Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

અમરેલી જિલ્‍લામાં બાળ અધિકાર વિષય પર પરિક્ષા યોજાઈ

તા.14 નવેમ્‍બર થી ર1 નવેમ્‍બર આંતરરાષ્‍ટ્રીય બાળદિન સપ્‍તાહની ઉજવણી અન્‍વયે તથા ભભઆંતરરાષ્‍ટ્રીય બાળ અધિકાર દિનભભ ર0 નવે.ની ઉજવણી નિમીતે તા.19 થી ર1 નવેમ્‍બર દરમ્‍યાન અમરેલી જિલ્‍લાની જુદી જુદી શાળાઓમાં જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી પી.જે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા બાળ સુરક્ષા એકમના સંકલન દ્વારા ભભબાળ અધિકાર સંરક્ષણભભ વિષય પર પરીક્ષા લેવામાં આવેલ. આ પરીક્ષામાં અમરેલી જિલ્‍લાની પ્રાથમિક તથા માઘ્‍યમિક શાળાનાધો.8 થી ધો.9ના કુલ 3પ00 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. પરીક્ષાના વિષયવસ્‍તુને અનુરૂપ પ્રશ્‍નપત્રમાં બાળ અધિકાર સંબંધિત પ્રશ્‍નો પુછવામાં આવેલ. વધુમાં તા.19,ર0/11 એમ ત્રણ દિવસ દરમ્‍યાન સવારે 9 થી 10 (1-કલાક) ઓ.એમ.આર. પઘ્‍ધતિ દ્વારા 100 માર્કસની પરીક્ષા લેવામાં આવેલ હતી. જેનો આશય શાળામાં અભ્‍યાસ કરતા બાળકોમાં બાળ અધિકાર સંબંધી જાગૃતતા લાવવાનો હતો. જિલ્‍લા શિક્ષણ અધિકારી પટેલ તથા તેમની ટીમ દ્વારા શાળા ફાળવણી, પેપર વિતરણ તથા પરીક્ષા સંબંધી સઘળી વ્‍યવસ્‍થાઓ ગોઠવવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારી પી.એચ.જોટગીંયા તથા તેમની ટીમ તથા જિલ્‍લા શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષક ડામોરભાઈએ ખાસ જહેમત ઉઠાવી હતી.


Source: Amreli News

error: Content is protected !!