Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

MLA ધવલસિંહ ઝાલા, ભરતજી ઠાકોરને ય કોંગ્રેસમાંથી હાંકી કઢાશે

સૂત્રોના મતે, સોમવારે હાઇકોર્ટમાં કોંગ્રેસની લિગલ ટીમ અલ્પેશ ઠાકોરનુ ધારાસભ્યપદ રદ કરવા પિટીશન કરી શકે છે. લિગલ ટીમે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં કોંગ્રેસના વિરોધમાં કરેલા પ્રચાર કર્યો હતો જેના પુરાવા પણ એકઠાં કરાયાં છે. આ ઉપરાંત ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષને મળીને ધારાસભ્યપદ રદ કરવા રજૂઆત કરાશે .

ઠાકોરસેનાને અન્યાય થઇ રહ્યો છે તેવુ બહાનુ ધરીને અલ્પેશ ઠાકોરે રાજીનામુ ધરી કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતાંકે,ટિકિટ વેચાય છે. અલ્પેશ ઠાકોરની સાથેે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બહેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ બગાવતના સૂર સાથે ટેકો આપ્યો છે જેથી આ બંન્ને ધારાસભ્યો પર હવે સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી ઠાકોરસેનાના ઉમેદવારને પ્રચાર શરુ કર્યો છે. કોંગ્રેસ પણ હવે પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાને બક્ષવાના મૂડમાં નથી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાથ આપનારાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ધારાસભ્ય ભરતજી ઠાકોરની ય કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરાશે. અલ્પેશ ઠાકોરની સાથે સાથે ધવલસિંહ ઝાલા , ભરતજી ઠાકોરનુ ય ધારાસભ્યપદ રદ કરવા કોર્ટ કાર્યવાહી કરવા હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે.

કોંગ્રેસ હાઇકમાન્ડે આ ત્રણેય ધારાસભ્યો સામે પક્ષવિરોધી પ્રવૃતિ કરવા બદલ પગલાં લેવા લીલીઝંડી આપી દીધી છે. કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્યપદેથી હકાલપટ્ટી કરવા તૈયારીઓ કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ મંજૂરી આપી છે. આમ, લોકસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસે પક્ષવિરોધી કરનારાં ધારાસભ્યો સામે કડક વલણ દાખવવા નક્કી કર્યુ છે.

error: Content is protected !!