Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

કાળઝાળ ગરમી વચ્ચે આજથી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ…

રાજ્યમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડતાં સૌ કોઈ અકળાઈ ઊઠયા છે. આકાશમંથી આગના ગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જતાં લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે.

બીજી તરફ આજથી બે દિવસ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે અને જેને લઈ ગરમીથી છૂટકારો મળી શકે તેમ હોવાનું હવામાન વિભાગે આગાહી કરી છે. માવઠાની આશંકાના પગલે ખેડૂતોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. એક તરફ હજુ અનેક વિસ્તારોમાં ઘઉં લેવાની સિઝન ચાલુ છે તેવા સમયે માવઠું થશે તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે તેમ હોવાનું કૃષિ તજજ્ઞાો જણાવી રહ્યા છે.

error: Content is protected !!