Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

GTUના કર્મચારી ભાજપની ચૂંટણીલક્ષી પ્રવૃત્તિમાં જોડાતા ચૂંટણીપંચની નોટિસ

જીટીયુએ રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી છે ત્યારે જીટીયુના કર્મચારી ભાજપની ચૂંટણીલક્ષી પ્રવૃત્તિ કરતા હોવાની ફરિયાદ ચૂંટણીપંચને કરવામા આવી છે.જેને લઈને જીટીયુના કર્મચારીને નોટિસ આપવામા આવી છે તેમજ ગાંધીનગર જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા  કર્મચારી સામે કાર્યવાહી પણ કરાશે.

જીટીયુમાં અનેક કર્મચારીઓ ભાજપની મહેરબાનીથી નિમણૂંક પામ્યા છે અને કોન્ટ્રાક્ટ આધારીત અનેક કર્મચારીઓ લેવાયા છે જેમાં ખાસ કરીને જીટીયુના બોર્ડમાં મેમ્બર અને ભાજપના યુવા નેતાની ભલામણો તથા દબાણથી લેવામા આવ્યા હોવાની પણ ફરિયાદ છે.આ કર્મચારીઓમાં એક કર્મચારી અગાઉ અનેકવાર ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા છે અને તાજેતરમાં પણ ભાજપની ચૂંટણીલક્ષી કામગીરીમાં ભાજપનો ખેસ પહેરીને જોવા મળ્યા છે.જેને લઈને અમદાવાદ જીલ્લ કલેકટર-ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામા આવી છે.

આ ફરિયાદને પગલે અમદાવાદ જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારી-ચૂંટણી પ્રભાગને પત્ર લખીને જણાવ્યુ છેકે જીટીયુના કર્મચારી ભાજપની પ્રવૃતતિમાં  ભાગ લીધેલ હોવાનું જણાય છે. જીટીયુ ગાંધીનગર જીલ્લામાં આવેલ છે. જેથી આ બબાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર,ગાંધીનગર મારફત નિયમોનુસાર કાર્યવાહી કરવાની રહે છે. જ્યારે બીજી બાજુ જીટીયુ દ્વારા પણ કર્મચારી સામે પગલા ભરવા માટે શો કોઝ નોટિસ આપીને ખુલાસો માંગવામા આવ્યો છે. આ કર્મચારી સામે કાર્યવાહી રૃપે જીટીયુ ખરેખર પગલા ભરશે કે કેમ તે પ્રશ્ન છે.

error: Content is protected !!