Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

જૂનાગઢ : ભાજપને મોટો ઝાટકો, સીએમ રૂપાણીની સભામાં ખુરશીઓ ખાલી રહેતા કાર્યક્રમ રદ્દ કરાયો

જૂનાગઢ : ભાજપને મોટો ઝાટકો, સીએમ રૂપાણીની સભામાં ખુરશીઓ ખાલી રહેતા કાર્યક્રમ રદ્દ કરાયો

જૂનાગઢ : લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વિસાવદર ખાતે ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. જેમાં ખુરશીઓ ખાલી રહેતા વિસાવદર ખાતે સીએમ વિજય રૂપાણીનો કાર્યક્રમ રદ્દ કરવાની ફરજ પડી હતી. જો કે ભાજપે દાવો કર્યો હતો કે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોડીનાર ખાતે હોવાથી તેમની સભામાં જવા માટે મુખ્યમંત્રીનો આ કાર્યક્રમ રદ્દ કરાયો છે. પરંતુ સભા સમયે ખાલી ખુરશીઓ જોઈને હકીકતનો અંદાજ લગાવી શકાય છે.

બીજી તરફ કોંગ્રેસના કાર્યક્રમમાં વિશાળ જનમેદની જોવા મળી હતી. ત્યારે કાર્યક્રમ રદ્દ થવાથી ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો નિરાશ થયા હતા. અંદરખાને ખુદ રૂપાણીએ સ્થાનિક આગેવાનોને ઠપકો પણ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે સીએમનો કાર્યક્રમ રદ થવાને કારણે બંદોબસ્તમાં મુકાયેલા પોલીસકર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તો જુનાગઢમાં ભાજપની હાર નિશ્ચિત હોવાની ચર્ચા લોકોમાં જોરશોરથી ચાલી રહી હતી.

error: Content is protected !!