Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

ખરાબ વાતાવરણને કારણે જખૌના દરિયામાં જહાજ ડુબ્યુ, કોસ્ટગાર્ડે સાત ખલાસીઓને બચાવ્યા, એક લાપતા

ખરાબ વાતાવરણને કારણે જખૌના દરિયામાં જહાજ ડુબ્યુ, કોસ્ટગાર્ડે સાત ખલાસીઓને બચાવ્યા, એક લાપતા

દ્વારકા : રાજ્યમાં રવિવાર સાંજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અને આગામી બે દિવસમાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે અરબી સમુદ્રના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અને જખૌનાં દરિયામાં ખરાબ વાતાવરણને કારણે એક જહાજ ડૂબી ગયું છે. જો કે, કોસ્ટગાર્ડ દ્વારા જહાજમાં સવાર 7 ક્રુ મેમ્બરોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પરંતુ એક ક્રુ મેમ્બર હજી ગુમ હોઈ તેની શોધખોળ ચાલી રહી છે. અને અન્ય કેટલાક જહાજોમાં પાણી ભરાઇ જતા કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં પણ કચ્છના કંડલાના દરિયામાં સાત ક્રુ મેમ્બર સાથેનું ગીરજા-2 નામનું જહાજ ડુબ્યુ હતું. આ સમાચાર મળતા જ કોસ્ટગાર્ડ અને કંડલા પોર્ટના જહાજો દરિયામાં મદદ માટે રવાના થયા હતા. તેમજ કંડલા પોર્ટની અન્ય ટગ અને બોટ પણ મદદ માટે પહોંચી ગઈ હતી. અને 1500 ટન ફર્ટિલાઈઝર ભરીને આવતા ગીરજા-2 જહાજમાંથી લાપતા થયેલા તમામ સાતેય ક્રુ મેમ્બરને કોસ્ટગાર્ડે રેસ્કયુ કરી બચાવી લીધા હતા.

error: Content is protected !!