Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

ચૂંટણી અધિકારીઓ EVM સાથે ત્રણ દિવસથી દરિયામાં! જાણો કેમ?

આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂૂહમાં સામાન્ય ચૂંટણીના મતદાનના ત્રણ દિવસ વીતી જવા છતાં હજુ ચૂંટણી અધિકારીઓ હજુ નાની નાની નૌકામાં ઈવીએમ અને વીપીપેટ મશીન લઇને પોર્ટ બ્લેર પહોંચે તેની રાહ જોવાઈ રહી છે.

આંદામાન અને નિકોબારમાં કેટલાય દૂરસુદૂર વિસ્તાર એવા પણ છે, જ્યાંથી અધિકારી નાની નૌકામાં મતદાન થયા બાદ આવી રહ્યા છે. નાની નૌકામાં ઈવીએમ અને વીવીપેટ મશીનોની સાથે સવાર ચૂંટણી અધિકારી ગાઢ જંગલો અને નાના સમુદ્રી વિસ્તારોમાંથી પસાર થઇને પોર્ટ બ્લેર મુખ્યાલય જઇ રહ્યા છે.

આંદામાન અને નિકોબારના મુખ્ય ચૂંટણી અધિકારી કે. આર. મીણાએ જણાવ્યું કે, તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનો અમારી પાસે પહોંચતા 3થી 4 દિવસ લાગે છે. કેટલાક દ્વીપ સમૂૂહોમાં તો પોલિંગની સમાપ્તિ બાદ પણ અધિકારીઓને રાત્રે રોકાવું પડે છે કેમકે નૌકામાં જવા માટે મોસમ સાનુકૂળ હોતું નથી.

31 ટાપુઓ પર 407  મતદાન કેન્દ્રો

મત ગણતરી પહેલાંની ચૂંટણી પ્રક્રિયા ૧૫મી એપ્રિલ સુધીમાં પૂરી થઇ જશે. અધિકારીઓની ડાયરીની સ્ક્રૂટિની કરાશે અને સબંધિત ડોક્યુમેન્ટસને અધિકારીઓ દ્વારા ભરાશે. મતદાનના 4 દિવસો બાદ આ પ્રક્રિયા યોજાશે, જ્યારે અન્ય બેઠકો પર એ મતદાનના દિવસે જ પૂરી થઇ જાય છે. આંદામાન અને નિકોબાર લોકસભા બેઠક પર ચૂંટણી માટે 9 તહેસીલો હેઠળ 31 દ્વીપ સમૂહોમાં 407 પોલિંગ બૂથો બનાવાયા હતા. અહીં મતદાતાઓની સંખ્યા 2,17,878 છે, જેમાં 8 ટકા જનજાતિની વસતી છે

error: Content is protected !!