Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

ગોંડલમાંથી ક્રિકેટસટ્ટાનાં નેટવર્કનો પર્દાફાશ, એકની ધરપકડ, ત્રણ બુકીના નામ ખૂલ્યા

ગોંડલમાં રેન્જ આઈજીની આર.આર. સેલે દરોડો પાડી ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 6 મોબાઈલ સાથે લોહાણા શખ્સની ધરપકડ બાદ આ ક્રિકેટ સટ્ટાના નેટવર્કમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને વાસાવડના બુકીના નામ બહાર આવતાં તેની શોધખોળ શરૂ કરાઈ છે. ગોંડલના જેતપુર રોડ પર ત્રણ ખૂણિયા પાસે આવેલા માલવિયાનગર સોસાયટીમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની બાતમીના આધારે આર.આર. સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ગોંડલના આશિષ ઉર્ફે રામ જીતેન્દ્રભાઈ સોમૈયા (ઉ.વ.35)ને ઝડપી લીધો હતો.

error: Content is protected !!