Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

બોટાદમાં અર્જુન મોઢવાડીયા સાથે મનહર પટેલનું જનસંપર્ક અભિયાન.

ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર મનહર પટેલના સમર્થનમાં આજે પ્રદેશ કોંગ્રેસના આગેવાન અર્જુન મોઢવાડીયા ભાવનગર અને બોટાદ ખાતે પહોંચ્યા હતા. ભાવનગર ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની મુલાકાત લીધા બાદ બોટાદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક અભિયાનમાં જોડાયા હતા અને લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી કોંગ્રેસના હાથ મજબુત કરવા જણાવ્યું હતું.

કોંગ્રેસના મનહર પટેલ દ્વારા આજે બોટાદ પંથકમાં વિવિધ ગામોમાં રેલી, સભા તેમજ જનસંપર્ક કર્યો હતો તેમાં કોંગ્રેસના વરીષ્ઠ મેહુરભાઇ લવતુકા સહિત બોટાદના આગેવાનો કાર્યોકરો જોડાયા હતા. મનહર પટેલની રેલી અને સભામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમર્થન આપ્યું હતું.

error: Content is protected !!