Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News Surat

નોટબંધી સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસના ઉગ્ર દેખાવો, ઘેરાવ

 

27-11-2016-e

અમદાવાદ, તા.૨૭, નોટબંધીના નિર્ણય સામેના વિરોધમાં કોંગ્રેસે યથાવતરીતે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉગ્ર દેખાવો અને ઘેરાવોના કાર્યક્રમો આજે યોજ્યા હતા. કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો તથા સ્થાનિક લોકોએ ભાજપના ૧૦૦થી વધુ ધારાસભ્યોના આવાસ ઉપર દેખાવો કર્યા હતા. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવાસ ઉપર પણ દેખાવો કરીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા
હતા. કોંગ્રેસના કાર્યક્રમો આગામી દિવસોમાં પણ જારી રહેશે. આજે દેખાવો દરમિયાન સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ૫૦૦-૧૦૦૦ની નોટ બંધીના અપરિપક્વ તધલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬
કરોડ નાગરિકો સતત ૧૮માં દિવસે પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડયા તાત્કાલિક અવ્યવસ્થા દુર કરે, બેન્કો વધારાના કેશ કાઉન્ટરો ખોલે, તેવી માંગ સાથે જે તે વિધાનસભા લોકસભા ક્ષેત્રમાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યોના નિવાસ સ્થાને પહોંચીને કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થત રહી પ્રજાને પડતી તકલીફો, ભાજપની જનવિરોધી નિતી ખાસ કરીને ખેડુતો, શ્રમિકો, ગરીબ સામાન્ય મધ્યમ વર્ગને પડી રહેલી હાલાકી છતાં કુંભકર્ણની નિદ્રાધીન ચૂંટાયેલા સરકારના પ્રતિનિધિઓ સમક્ષ આક્રોશ વ્યક્ત કરીને ઘેરાવ કર્યા હતા. સમગ્ર રાજયમાં ભાજપના ૧૦૦થી વધુ ધારાસભ્યોના નિવાસ સ્થાને ઉગ્ર દેખાવો ધેરાવ યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના પક્ષના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. રાજકોટમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો આગેવાનો અને સ્થાનિક નાગરિકો પહોંચી જઈને ઉગ્ર સુત્રોચ્ચાર કરીને ઘેરાવ કર્યો હતો. જેમાં ૧૦૦થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. મહિલાઓ સાથે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. મહેસાણા ખાતે ભાજપના સાંસદના કાર્યાલય પર કોંગ્રેસ પક્ષના કાર્યકરો
આગેવાનો મોટી સંખ્યામાં ઉગ્ર દેખાવો કર્યો હતા. જેમાં પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી સ્થાનિક નાગરિકો બેકાબુ બનતા કાર્યાલયમાં અફડાતફડી મચી ગઈ હતી. નવસારીમાં રાજયના મંત્રી મંગુભાઈ પટેલના નિવાસ સ્થાને કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઘસી જઈને ધેરાવ કર્યો હતો. આજે કોંગ્રેસે જુદા જુદા વિસ્તારોમાં દેખાવો જારી રાખ્યા હતા.અમદાવાદ શહેરમાં ઠક્કરબાપાનગર વિસ્તારમાં રાજ્યના મંત્રી વલ્લભ કાકડિયા અને રાણીપ વિસ્તારમાં સાંસદ કિરીટ સોલંકીના આવાસ બહાર કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યા હતા. ઠક્કરબાપાનગરમાં ૫૦થી વધુ અને રાણીપમાં પણ અનેક કાર્યકરોની અટકાયત કરાઈ હતી.


Source: Surat News

error: Content is protected !!