Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News Surat

વરેલીના રામગુલામ સરોજ હત્યા કેસમાં જેલ કેન્ટીનના માલિક જીતુ ઢોલેની ધરપકડ

કડોદરા, કડોદરા-વરેલીના એક શખ્સની હત્યાના કેસમાં લાજપોરની જેલ પાસે ચાની કેન્ટીન ચલાવતા વ્યક્તિની પણ સંડોવણી હોય આ અંગેની જાણ થતાં જિલ્લા એલસીબી પોલીસે આ ઈસમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
આ કેસની વિગતો એવી છે કે ગત તા.૯-૧૧-૨૦૧૬ના રોજ કડોદરા વરેલીના દિનેશ મિશ્રાનું લાજપોર મધ્યસ્થ જેલમાં વરેલીના જ રામગુલામ સરોજના ખૂન કેસમાં જેલ ભોગવી રહેલા મુકેશ ચીકનાએ જેલમાં રહી તેના સાગરીતો પાસે ખૂન કરાવેલ જે દિનેશ મિશ્રાનું ખૂન મુકેશ ચીકનાએ જેલમાં મોબાઈલ ફોન લઈ જેલમાં મુકેશ ચીકનાને પહોîચાડનાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ શાલીગ્રામ ઢોલેની જિલ્લા એલસીબી
પોલીસે દિનેશ મિશ્રા ખૂન કેસમાં સંડોવણી જણાતા પકડી પાડી ધરપકડ કરેલ છે.
આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ શાલીગ્રામ ઢોલેની માતા પદમાબેન ૧૦ વર્ષથી જેલ બહાર ચાની લારી ચલાવે છે અને જીતેન્દ્ર ઢોલે પોતે લાજપોર જેલ ખાતે છેલ્લા ૧૦ માસથી જેલ સત્તાવાળાઅો પાસે એક વર્ષના કોન્ટ્રાક્ટથી કેન્ટીન ભાડે લઈ કેન્ટીન ચલાવે છે. કેદીઅોના સગા વહાલાઅો પાસેથી પૈસાની લેતી દેતી આ જીતેન્દ્ર ઢોલે થકી થઈ કેદીઅોને સેવા પૂરી પાડવામાં આવે છે. ફોનથી કેદીઅો પૈસા મંગાવે તે પૈસા પણ જેલમાં આ જીતેન્દ્ર ઢોલે હસ્તક જાય છે. આ પૈસાની ખંડણીમાં પણ જીતેન્દ્ર ઢોલેને પણ ભાગ મળતો હતો. આ અંગેની જાણ થતાં પોલીસે જીતેન્દ્ર ઢોલેની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.


Source: Surat News

error: Content is protected !!