Main Menu

દામનગરમાં આજે ભામાશા ગોપાલભાઈનું ભવ્‍ય સન્‍માન

અમરેલી, તા. રપ
દામનગરની પાવનભૂમિ પર આવતીકાલ રવિવારે સાંજનાં 8 કલાકે બાબરાનાં ચમારડીનાં પનોતા પુત્ર, સમાજ હિતમાં સતત પ્રવૃત્તિશીલ રહેનાર અને ગરીબોનાં બેલી ગણાતાગોપાલભાઈ વસ્‍તરપરાનું વિવિધ સામાજિક સંસ્‍થાઓ અને સંગઠનો ઘ્‍વારા ભવ્‍ય સન્‍માન કરવામાં આવી રહૃાું હોય સમગ્ર પંથકમાં જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.
બાબરા પંથકનાં પનોતા પુત્ર, લાઠી પંથકનાં ભાણેજ અને દામનગરનાં જમાઈ ગણાતાં ગોપાલભાઈ વસ્‍તરપરાએ તાજેતરમાં સર્વ સમાજની ર01 દિકરીઓનો સમુહ લગ્નોત્‍સવ કરીને ઐતિહાસિક કાર્ય પાર પાડયું છે. અને આજ સુધીમાં 400 દિકરીઓનું કરીયાવર કરી ચુકયા હોય અને આગામી દિવસોમાં પણ વધુ 600 દિકરીઓને કરિયાવર આપવાનું નકકી કરેલ છે.
તદઉપરાંત પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ, બેટી બચાવો, રકતદાન, નેત્રદાન, વ્‍યસનમુકિત અભિયાન સહિતનાં અનેક પ્રકારનાં સેવાકીય કાર્ય કરતાં હોવાથી સમગ્ર પંથકનાં હજારો યુવાનો તન-મનથી મદદ કરવા તૈયાર હોવાથી અને સમાજ સેવામાં હિંમત અને હુંફ મળી રહે તેવા ઉમદા હેતુથી દામનગર પંથકનાં યુવાનો અને આગેવાનો ઘ્‍વારા ભામાશાનું સન્‍માન કરવાનો કાર્યક્રમ યોજાઈ રહૃાો છે.
આ તકે ગોપાલભાઈ વસ્‍તરપરાનાં જીવન સંગિની મુકતાબેન પણ ઉપસ્‍થિત રહેવાનાં હોય અનેરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.


Source: Amreli News