Main Menu

અમરેલીની રીંકલ સેજાણી નામની યુવતિએ ટ્રેન નીચે પડતુ મુકીને આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી

અમરેલી, તા. રપ
અમરેલીના ચક્કરગઢ રોડ નજીક આવેલ પ્રજ્ઞા સ્‍કૂલ સામે રેલ્‍વે લાઈન ઉપર આજે સવારે લગભગ 9 વાગ્‍યાના સમયે ખીજડીયાથી વેરાવળ જતી ટ્રેન નિચે અમરેલીનાં રોકડીયાપરામાં રહેતી રીંકલબેન મનસુખભાઈ સેજાણી નામની 18 વર્ષિય યુવતીએ પડતું મુકી દેતાં તેણીનું ગંભીર ઈજાથી મોત થયું હતું. મૃતક યુવતી સવારે પોતાના ઘરે ગામમાં કટલેરી લેવા જઉ છું તેમ કહી નીકળી હતી પણ કોઈ કારણસર તેણીનું ટ્રેન નીચે આવી જતાં મોત નિપજયું હતું.


Source: Amreli News