Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

સરસ : બાબરાનાં મામલતદાર વૈષ્‍ણવ દ્વારા શહેરમાં પાણીનાં પરબ શરૂ કરાયા

બાબરા, તા. રપ
બાબરામાં જયાં લોકોની મોટી સંખ્‍યામાં અવર-જવર રહે છે તેવા ભરચક એરીયામાં મામલતદાર કચેરી ઘ્‍વારા મીનરલ પાણીના પરબો ઉભા કરવામાં આવ્‍યા હતા.
બાબરા મામલતદાર ચિંતન વૈષ્‍ણવ આમ તો છેલા ઘણા મહિનાઓથી જુદી જુદી સારી પ્રવૃત્તિ કરી રહૃાા છે. ત્‍યારે હાલ સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. તે બાબતને ઘ્‍યાનમાં રાખી બાબરા મામલતદાર ચિંતન વૈષ્‍ણવે શહેરમાં આવેલા જુદા જુદા વિસ્‍તારો જેમાં મોટા બસ સ્‍ટેશન તેમજ નાના બસ સ્‍ટેશન તેમજ કરીયાણા રોડ ચોકડી તેમજ બુધવારી બજારનાં પુલ પાસે જયાં દરરોજ લોકોની અવર-જવર સતત રહે છે ત્‍યાં મામલતદાર તેમજ કચેરીનાં સ્‍ટાફ ઘ્‍વારા મીનરલ પાણીના પરબ ઉભા કરવામાં આવ્‍યા છે.
તમામ પરબો પર એક એક બેનરો પણ લગાડવામાં આવ્‍યા છે. જેમાં ફોનનં.બર લખવામાં આવ્‍યો છે. જો કદાચ પાણી ખાલી થઈ જાય તો આ ફોન નંબર પર સંપર્ક કરી શકાય.
આ બાબતે મામલતદાર ચિંતન વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે, હાલ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. તેના હિસાબે શરીર માટે પાણી પીવું જરૂરી છે. અમુક લોકોએવા પણ છે જે બજારોમાં વેચાતા પાણી ખરીદી નથી શકતા તેવા માણસોને આવું મીનરલ અને ફિલ્‍ટર કરેલું ચોખ્‍ખું પાણી મળી શકે અને પી શકે તેવા હેતુથી આવા પાણીના પરબો જુદી-જુદી જગ્‍યાઓ પર મુકવામાં આવ્‍યા છે.


Source: Amreli News

error: Content is protected !!