Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

હાલરડા-(4)તમે મારા દેવના દીધેલ છો…

 તમે મારા દેવના દીધેલ છો,તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’


મહાદેવે જાઉં ઉતાવળીને જઈ ચઢાવું ફૂલ,
મહાદેવજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે,
દીધા તમે અણમૂલ,

તમે મારા દેવના દીધેલ છો,તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’
હનુમાને જાઉં ઉતાવળીને જઈ ચઢાવું હાર,
હનુમાનજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે,
દીધા હૈયાના હાર,

તમે મારા દેવના દીધેલ છો,તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’

તમે મારું નગદ નાણું છો,
તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’
તમે મારા દેવના દીધેલ છો,તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’

આ હલરડુ સાંભળવા નીચેની લીન્ક પર ક્લીક કરો.

http://shivshiva.wordpress.com/2006/11/29/vada-lo-5/

http://amitpisavadiya.wordpress.com/2006/09/07/devnadidhel-1/
 



Source: Wah Kids News

error: Content is protected !!