Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

એકડે મીંડે દસ

1-schoolbus.jpg

એકડો સાવ સળેખડો,
ને બગડો ડિલે તગડો.
બંને બથંબથા બાઝી,
કરતાં મોટો ઝગડો.
ત્રગડો તાળી પાડે,
ને નાચે તા તા થૈ.
ચોગડાની ઢીલી ચડ્ડી,
સરરર ઉતરી ગઈ.
પાંચમો પેંડા ખાતો,
એની છગડો તાણે ચોટી.
સાતડ છાનોમાનો,
સૌની લઈ ગયો લખોટી.
આઠડાને ધક્કો મારી,
નવડૉ કહેતો ખસ.
એકડે મીંડે દસ વાગ્યા,
ત્યાં આવી સ્કુલની બસ.
 –રમેશ  પારેખSource: Wah Kids News

error: Content is protected !!