Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

માસ ચક્ર

seasons.jpg

માસ ચક્ર
કારતકમાં ટાઢ આવી,
માગશરમાં જામી.
પોષ મહિને પતંગ લઈને
ટાઢને ઉડાડી.
મહા મહિનામાં મહાશિવરાત્રી,
મહાદેવ મહાકાલ.
ફાગણ મહિને હોળી આવી,
રંગ ગુલાબી લાવી.
ચૈત્ર મહિનો ગરમી લાવ્યો,
વેકેશન વૈશાખ.
જેઠ મહિને શાળા ખૂલે,
દફ્તર કેરો થાક
અષાઢ મહિને આંધી સાથે
વાદળ વરસે ઝાઝાં.
શ્રાવણ મહિને સરવર છલકે,
શાકભાજી છે તાજા.
ભાદરવાનો ભીંડો લોકો,
હોંશે હોંશે ખાય.
આસો મહિને દિવાળીના
ફટાકડા ફોડાય.Source: Wah Kids News

error: Content is protected !!