Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

પ્રાણીકથાઓ-10(દ્રાક્ષ તો ખાટી છે)

એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. તે ફરતું ફરતું એક ખેતર પાસે પહોંચી ગયું. તેણે જોયું તો તેમાં દ્રાક્ષનાં વેલાનાં માંડવા હતા અને તેની પર લુંબેને ઝુંબે દ્રાક્ષ લાગેલી હતી. શિયાળના મોઢામાં પાણી આવવા માંડ્યું. તેણે ઉંચા થઈ દ્રાક્ષનું ઝુમખું તોડવા પ્રયત્ન કર્યો પણ તે સફળ ના થયો. તેણે કૂદકા મારવા માંડ્યા પણ દ્રાક્ષ તો ઘણે જ ઉંચે હતી તેથી તે પહોંચી ના શક્યું. તેણે વારંવાર પ્રયત્ન કર્યો પણ એકે ય વાર તે સફળ ના થયો. છેવટે તે નિરાશ થઈ ગયો અને બોલવા લાગ્યો આ દ્રાક્ષ ભલે ને બહુ જ સુંદર દેખાતી હોય પણ તે તો ખાટી છે. આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય આમ કહી તે પાછો જંગલ તરફ ચાલવા લાગ્યો. અને મોટેમોટેથી ગાવા અને નાચવા લાગ્યો

ખાટી છે ભાઈ ખાટી છે

આ બધી દ્રાક્ષ તો ખાટી છે

ઢમક ઢમક ઢમ ઢમ ઢમ ઢમ

ખાશો મા કોઈ ખાશો મા

આ માંડવાની દ્રાક્ષ કોઈ ખાશો મા

ઢમક ઢમક ઢમ ઢમ ઢમ ઢમ

જોવા નહીં ભાઈ જોવા નહીં

ખાટી દ્રાક્ષના માંડવા જોવા નહીં

ઢમક ઢમક ઢમ ઢમ ઢમ ઢમ

બોધ-ઘણા લોકો પોતાને મનગમતી વસ્તુ ના મળે તો વસ્તુનો વાંક કાઢે છે. તે બરાબર નથી. જોઈતી વસ્તુ ના મળી શકે તો તેમાં આપણી શી ભૂલ છે તે જોવું જોઈએ.



Source: Wah Kids News

error: Content is protected !!