Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

અમરેલી એસ.ટી. વિભાગ ર્ેારા ફરી કન્‍ડકટરલેસ બસો શરૂ કરવાનો નવો પેતરો

વિભાગીય નિયામક નિગમની આવક ઘટાડે છે, કે વધારે છે ?
અમરેલી, તા.10
જીલ્‍લાના નેતાઓ ર્ેારા હવાઈ સેવા શરૂ કરવામાં આવી રહી છે ત્‍યારે આદીકાળથી ચાલતી એસ.ટી. સેવા તદ્યન ખાડે ગઈ છે. ધારાસભ્‍ય ર્ેારા જીલ્‍લાની જનતાને તેમજ ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગના ભાઈઓ માટે સમયનો બચાવકરી હવાઈસેવા આજથી શરૂ થનાર છે, ત્‍યારે જ એસ.ટી. ર્ેારા અમરેલીથી અમદાવાદ તરફ જતી ચાર બસો કન્‍ડકટરલેસ કરવામાં આવતા જીલ્‍લાની જનતાની પરેશાની વધી રહી છે.
અમરેલી વિભાગની એસ.ટી. બસ સહાયક સાથે પણ છ કલાક જેવો સમય અમદાવાદ પહોંચતા થાય છે ત્‍યારે વિભાગના વડા ર્ેારા આજથી કન્‍ડકટરલેસ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. અમરેલી એસ.ટી. વિભાગીય નિયામક માત્રોજાને આમ, તો કોઈપણના ફોન રીસીવ કરવાની ટેવ જ નથી, છતાં પણ મિડીયાના તમામ પ્રતિનિધિઓ ર્ેારા કન્‍ડકટરલેસ બાબતે ઈન્‍કવાયરી કરવા માટે મિડીયાના મિત્રોએ ફોન કરતાં કોઈપણ ફોન ઉપાડેલ નથી.
જયારે આ બાબતે વિભાગીય પરિવહન અધિકારી નથવાણીનો ટેલીફોનીક સંપર્ક કરતાં તેમણે આ બાબતે મઘ્‍યસ્‍થ કચેરી તરફથી આદેશ થયો હોવાનું જણાવેલ છે. પરંતુ આ આદેશ ફકત અમરેલી વિભાગ માટે જ કેમ સવાલ એ થાય છે. અને વારંવાર ખાસ કરીને અમરેલી વિભાગની બસોને લેસ ચલાવાય છે. અન્‍ય વિભાગમાં આવા કોઈ આદેશો હોતા નથી જો હોય તો તે માત્ર 100 કિ.મી. સુધી મર્યાદિત હોય છે.
પ્રવાસી જનતાને પરેશાન કરવાની અમરેલી એસ.ટી. વિભાગને ટેવ જ પડી ગઈ છે, આડેધડ રૂટો બંધ કરવા, સફાઈની અનિયમીતતા જાણે રોજની ઘટના અમરેલી એસ.ટી. વિભાગ માટે બની ગઈ છે. પ્રજાના ચુંટેલાપ્રતિનિધીઓ જીલ્‍લાની જનતાની આ સમસ્‍યા પ્રત્‍યે ઘ્‍યાન નહી આપે તો જીલ્‍લામાં હવાઈ સેવા ભલે શરૂ થઈ પણ આમ આદમીની એસ.ટી. સેવા આગામી સમયમાં મૃતપ્રાયઃ બની જશે તે નિશ્ચિત છે.
આર.ટી.ઓ.ના અધિકારીઓ બતાવેલો નિયમ જો સાચો જ હોય તો આ બાબતે એસ.ટી. સત્તાવાળાઓને શા માટે નોટીસ નથી આપતી, એસ.ટી. ર્ેારા ડ્રાઈવર કમ કન્‍ડકટરની ભરતી કરવામાં આવી છે પણ તેમાં એક બાબતે સ્‍પષ્‍ટ કરવામાં આવી છે કે ગમે તે એક કામગીરી એક વ્‍યકિત પાસેથી લઈ શકાય છે. ત્‍યારે આ બાબતે આ ભરતી થનાર ઉમેદવારોનું નિગમ ર્ેારા શોષણ થઈ રભ્‍ું છે અને સ્‍ટાફ શોર્ટેજનું બહાનું આગળ ધરી નિગમના સત્તાવાળાઓ પ્રજાની પરેશાની વધારી રભ છે.


Source: Amreli News

error: Content is protected !!