Wah Gujarat

Gujarat Live Breaking News

Surat

મોટા વરાછામાં ચ્હા બનાવવાનું મશીન ફાટતા બે લોકોના મોત

varachha

 

સુરત, તા.૩, મોટા વરાછા સુદામા ચોક પાસેની નિલકંઠ ટી એન્ડ કોલ્ડ્રીંક્સની દુકાનમાં વહેલી સવારે અચાનક ચા બનાવવાનું મશીન ફાટતા ગંભીર ઈજા પામનાર બે કારીગરનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું. આ ચાનુ મશીન ધડાકા ભેર ફાટતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલી ગંગોત્રી સોસાયટી નજદીક નિલકંઠ ટી એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાન આવેલી છે. આજે સવારે કારીગરો રાબેતા મુજબ કામ કરતા હતા. ત્યારે અચાનક ચા બનાવવાનું મશીન ધડાકા ભેર ફાટતા આ મશીનની નજદીક ઉભેલા બે કારીગરો મહાવીરસિંગ શેરસિંહ અને કિશોર ઠાકોરને ગંભીર ઈજાઅો થતા ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. આ ટી સેન્ટરના માલિક ચીમનભાઈ કાપડીયા હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે જારદાર ધડાકા સાથે મશીન ફાટતા આજુબાજુના લોકોની દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી છે. જા તેમજ ઘટનાને પગલે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા છે.

Source: Surat News

error: Content is protected !!