Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

ચોકસાઇ,ઝડપ અને એકાગ્રતા વધારતી રમત


ચાલો બાળકો આજે આપણે એક નવી જ રમત રમીએ.
આ રમત એકલા પણ રમી શકાય છે અને સમુહમાં પણ રમી શકાય છે.તમારી પાસે ઘરમાં કેલેન્ડર તો હશે જ. આવું એક આખું કેલેન્ડર લો.

એક બાઉલમાં ૫૦ પૈસા,એક રૂપિયા, બે રૂપિયા અને પાંચ રૂપિયાના ઘણા બધા સિક્કા લો.ઘડીઅાળ લો.
હવે રમત શરૂ કરીએ તે પહેલાં તમને નિયમો કહી દઉં.
૧-તમારે કેલેન્ડરમાં પહેલી તારીખ પર એક રૂપિયાનો સિક્કો મૂકવાનો,
૨-બીજી તારીખ પર બે રૂપિયાનો સિક્કો મુકવાનો
૩-ત્રીજી તારીખ પર ત્રણ રૂપિઅયાના
૪-ચોથી તારીખ પર ચાર રૂપિયાના
આમ જે તારીખ હોય તેના જેટલા જ સિક્કા મૂકવાના
તેમાં બુધવાર અને શનિવાર પર આવતી તારીખ પર માત્ર એક રૂપિયો પચાસ પૈસા(દોઢ રૂપિયો) મૂકવાના રહેશે.
તમને એક મિનિટનો સમય આપવામાં આવશે. એક મિનિટમાં તમે કેટલી તારીખો પર સાચી રીતે સિક્કા મૂકી શકો છો તે જોવાનું છે.
જો તમે બુધ કે શનિવારએ આવતી તારીખ પર ખોટા સિકા મૂકો તો તે પચીની તારીખ પ જો સાચા મૂક્યા હશે તો પણ ગણતરીમાં નહીં લેવાય.
(દા.ત)ઓક્ટોબર માસમાં પહેલી તારીખે જ શનિવાર છે. તમારે ખરેખર ત્યાં દોઢ રૂપિયા મૂકવાના હોય પણ જો એક જ રૂપિયો મૂકો અને બાકીની બધી તારીખો પર સાચ ક્રમમાં રૂપિયા મૂકો તો પણ તમને ઝીરો પોઇન્ટ મળે…..
રમતની શરૂઆત પહેલી તારીખથી જ કરવાની.
અને જો એક કરતાં વધુ બાળકો રમતા હોય તો એક બાળક પછી જેનો વારો આવે ત્યારે કેલેન્ડરમાં મહિનો બદલી નાંખવાનો. જેથી કોઇ પણ બાળક્ને તારીખ/વાર ગોખાઇ ન જાય….
ચાલો તો શરૂ કરી દો રમત….Source: Wah Kids News

error: Content is protected !!