Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

પોપટભાઇ પરણે છે.

ચાલો, ચાલોને જોઆ જઇએ,  પોપટભાઇ પરણે છે.
પેલા દરજીડાએ કપડા સીવ્યા,  પોપટભાઇ પરણે છે.
પેલી સુગરીએ માળૉ શણગાર્યો,  પોપટભાઇ પરણે છે.
પેલો હોલો વગાડે ઢોલ,  પોપટભાઇ પરણે છે.
પેલા તેતર વાજા વગાડે,  પોપટભાઇ પરણે છે.
પેલા બતક બેન્ડ બજાવે,  પોપટભાઇ પરણે છે.
પેલી કોયલડી ગીત મીઠા ગાતી,  પોપટભાઇ પરણે છે.
પેલો મોરલો તો મન મૂકી નાચે,  પોપટભાઇ પરણે છે.
પેલી ઢેલડી તો રાસે રમતી,  પોપટભાઇ પરણે છે.
પેલા બગલા ડોક હલાવે,  પોપટભાઇ પરણે છે.
પેલી કાબર પીઠી ચોળે,  પોપટભાઇ પરણે છે.
પેલી સમ્ડી વીંઝણો ઢોળે,  પોપટભાઇ પરણે છે.
પેલી નીલકંઠ સાજ સજાવે,  પોપટભાઇ પરણે છે.
પેલી ચકલી લુણ ઉતારે,  પોપટભાઇ પરણે છે.
પેલો ડ્રોંગો પૂંછડી હલાવેપોપટભાઇ પરણે છે.
પેલા હંસલા મારગ બતાવે,  પોપટભાઇ પરણે છે.
પેલી મેના ઘણી શરમાતી,  પોપટભાઇ પરણે છે.
પેલો પોપટો તો મેનાને લાવ્યો,  પોપટભાઇ પરણે છે.
પેલા બપૈયા વરઘોડીયાને પોંખે,  પોપટભાઇ પરણે છે.
પંખીડાનો હરખ ના માયે,  પોપટભાઇ પરણે છે.Source: Wah Kids News

error: Content is protected !!