Main Menu

અરણ્ય-રુદન -પ્રીતિ શાહ/સેનગુપ્તા

  પર્વત પર ચડીને શિખરોને ધક્કા મારી મારીને ગબડાવી દેવાં છે, દરિયાને ખાલી કરીને રણમાં વહાવી દેવા છે, હવાના મહેલોને મુઠ્ઠીએ મુઠ્ઠીએ તોડી નાખવા છે, રાત-દિવસના પડછાયાઓને પૃથ્વીના પેટાળમાં દાબી દેવા છે. અને પછી, મા, તમારા ખોળામાં મોઢું સંતાડી છાતીફાટ રડી લેવું છે. * * * કવિ પરીચય *

Source: ઊર્મિનો સાગર