Wah Gujarat

Gujarat Live Breaking News

મેઘધનુષ

અજબ પ્રેમપત્રનો ગજબ જવાબ

                              કારતક વદ બારસ

આજનો સુવિચાર:- કર્મફળ ત્યાગ જે નથી કરતા તેને સારાં માઠા ફળ ભોગવવા પડે છે. — ગીતાજી

હેલ્થ ટીપ્સ:- મૂત્રાશયમાં પથરી હોય તો આમળાનું ચૂર્ણ મૂળા સાથે લેવાથી પથરી ગળી જાય છે.

આજકાલ SMS ના જમાનામાં આ એક અફલાતૂન પ્રેમપત્ર અને તેનો દમદાર જવાબ વાંચવા જેવો છે.

 

       યુવતી પોતાને પ્રેમ કરે છે એવું માની આ યુવકે પ્રેમ પત્ર લખ્યો અને તેમાં એણે ‘કૌન બનેગા કરોડપતિ’ની જેમ ત્રણ વિકલ્પો રાખ્યા. [અ] પ્રથમ વિકલ્પનાં દસ માર્ક્સ રાખ્યા.
[બ] બીજા વિકલ્પનાં પાંચ અને [ક] વિકલ્પ માટે ત્રણ માર્ક્સ રાખ્યા.

ચાલો તો આપણે જોઈએ કે એનાં પ્રશ્નો અને વિકલ્પો કેવાં હતાં?
1] વર્ગમાં પ્રવેશ કરતી વખતે તારી નજર માત્ર મારી સામે પડે છે…
કારણ કે….
અ] તું મને પ્રેમ કરે છે.

બ] મને જોવાનું રોકવું તારા માટે શક્ય નથી.

ક] ખરેખર…. શું હું એવું કરું છું?

2] જ્યારે પ્રોફેસર જૉક મારે ત્યારે તું હસે છે અને પછી ફરીને મારી સામે જુએ છે

કારણ કે……….
અ] હું હસતો હોઉં એવું જોવાનું તને ગમે છે.

બ] મને જૉક ગમે છે કે નહીં એ જોવા તું મારી સામે જુએ છે.

ક] મારી સ્માઈલ તને ગમે છે.

3] તું જ્યારે વર્ગમાં ગીત ગાતી હતી અને મને વર્ગમાં આવતો જોઈ તેં તરત ગાવાનુ6 બંધ કરી દીધું

કારણ કે…….

અ] મારી સામે ગાવાનું તને પસંદ નથી.

બ] મારી હાજરીની તારા પર અસર થઈ.

ક] તને ડર લાગ્યો કે તારું ગીત મને ગમશે કે નહીં.

4] તારા બાળપણનો ફોટો તું જોતી હતી અને મેં એ ફોટો માંગ્યો ત્યારે તેં એ ફોટો તેં સંતાડી દીધો

કારણ કે……

અ] તને શરમ આવતી હતી.

બ] તને અકળામણ થતી હતી.

ક] તને શું કરવું એ ખબર ન્હોતી.

5] ટ્રેકિંગ કરતી વખતે તને ખેંચવા માટે મેં અને મારા મિત્રે હાથ લંબાવ્યો, તેં મારો હાથ પકડવાને બદલે મારા મિત્રનો હાથ પકડી લીધો

કારણ કે……

અ] મને ખોટું લાગે એ તને ગમે છે.

બ] હું હાથ પકડી લઉં અને છોડી દૌં એ તને ગમતું નથી.

ક] એ સમયે શું કરવુંએની તને ખબર નહોતી.

6] બસસ્ટોપ પર તું ગઈકાલે બસની રાહ જોતી હતી, તારી બસ આવી છતાં તું એમાં બેઠી નહીં,

કારણકે ….

અ] તું મારા માટે રાહ જોતી હતી.

બ] તું મારા ખ્યાલમાં અને બસ આવી ગઈ તેની તને જાણ જ ના થઈ.

ક] બસ ખૂબ ભરેલી હતી.

7] તારાં માતાપિતા જ્યારે કૉલેજ આવ્યાં ત્યારે તેં મારો પરિચય એમની સાથે કરાવ્યો,

કારણ કે……

અ] હું થનારો જમાઈ હતો

બ] તારાં માતાપિતા મારા વિશે શું વિચારે છે તે તારે જોવું હતું

ક] મારી ઓળખાણ કરાવવાની તારી ઈચ્છા થઈ.

8] મેં કહ્યું કે માથામાં ગુલાબ નાખતી યુવતી મને ગમે છે અને બીજા જ દિવસે તું માથામા6 ગુલાબ લગાવીને આવી,

કારણ કે….

અ] મારી ઈચ્છા પૂરી કરવા

બ] તને પણ ગુલાબ ગમે છે

ક] તને ક્યાંકથી ગુલાબ મળ્યું અને તેં એને માથામાં નાખી દીધું.

9] એ દિવસે મારો જન્મ દિવસ હતો , તું પણ એ દિવસે સવારે 6 વાગ્યે મંદિરમાં પહોંચી ગઈ,

કારણ કે……

અ] તને મારી સાથે ઊભારહીને પ્રાર્થના કરવી હતી

બ] મારા જન્મદિને મને કોઈ મળે તેના પહેલાં જ તારે મને મળવું હતું

ક] તું ધાર્મિકવૃત્તિની છે અને તેથી તું મને મંદિરમાં જ મળવા માંગતી હતી.

આ પરીક્ષામાં જો તને 40 થી વધુ માર્ક મળ્યા હોય તો સમજ જે કે તું મને ખૂબ પ્રેમ કરે છે. આવું હોય તો તુરંત મને મળજે. 30-40 વચ્ચે માર્ક્સ મળ્યાં હોત તો મારે માટે તારા દિલમાં અંકુર ખીલી રહ્યા છે. તેને ખીલવા દેજે. 30થી ઓછા મળ્યા તો તું હજી વિમાસણમાં છે કે મને પ્રેમ કરવો કે નહીં?

તારા જવાબની અપેક્ષામાં

તારો પ્રિય …….

પ્રશ્નપત્ર જેવા પ્રેમપત્રનો ઉત્તર પણ આ યુવતીએ આવા પ્રશ્નપત્ર રૂપે જ આપ્યો પણ ફરક એટલો કે તેમાં વિકલ્પ બે જ હતાં

1] વર્ગમાં કોઈ પહેલી બેંચ પર બેસતું હોય તો વર્ગમાં પ્રવેશતાં લોકોની નજર સૌપ્રથમ તેમના પર પડતી હોય છે

અ] હા             બ] ના

2] જો કોઈ યુવતી હસે અને કોઈની તરફ જુએ તો તેને પ્રેમ કહેવાય?

અ] હા            બ] ના

3] ગીત ગાતી વખતે જો કોઈક વાર ગીતની લાઈન ભૂલી જવાય તો ગાનાર અટકી જશે કે નહીં?

અ] હા        બ] ના

4] મારા બાળપણની તસવીર મારી બહેનપણીઓને બતાવતી હતી તે જ વખતે તેં એ તસવીર જોવા માંગી, ખરું ને?

અ] હા        બ] ના

5] ટ્રેકિંગ પર તારો હાથ પકડવાનું મેં જાણી જોઈને ટાળી દીધું હતું, હજી સુધી તને સમજાયું નથી?

અ] હા         બ] ના

6] બસસ્ટોપ પર હું મારી બેસ્ટ ફ્રેંડની રાહ જોઈ ના શકું?

અ] હા      બ] ના

7] મારાં માતાપિતાને તારી ઓળખાણ એક મિત્ર તરીકે ના કરાવી શકું?

અ] હા      બ] ના

8] તેં એમ પણ કહ્યું કે તને કમળ, કોબી-ફ્લાવર, કેળાં-ફ્લાવર પણ ગમે છે. શું આ સાચું છે?

અ] હા         બ] ના

9] ઓહ! એ દિવસે તારો જન્મદિવસ હતો એટલે મેં તને વહેલી સવારે મંદિરમાં જોયો. હું રોજ સવારે મંદિરમાં જાઉં છું. એની તને જાણ છે?

અ] હા        બ] ના

જો તેં આ નવ સવાલનાં જવાબ ‘હા’માં આપ્યાં હોય તો હું તને પ્રેમ કરતી નથી… જો તેં આ નવ સવાલનાં જવાબ ‘ના’માં આપ્યા હોય તો તને પ્રેમ શું છે તેની જાણ નથી.

                                                                                —— સંકલિત

                                             ૐ નમઃ શિવાયSource: મેઘધનુષ

error: Content is protected !!