Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

બાબરામાં ધારાસભ્‍ય ઉંઘાડના વરદ્‌હસ્‍તે સબ પેટીનું લોકાપર્ણ કરાયું

બાબરામાં સ્‍મશાન જીણોધાર સમિતીને એસી.સબ પેટીનું લોકાપર્ણ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. બાબરાના સ્‍મશાનમાં દરેક સમાજના લોકોને દુઃખના પ્રસંગે ઉપયોગી થઈ શકે તેવી એ/સી શબપેટી મામલતદાર ચિંતન વૈષ્‍ણવની પ્રેરણા અને સાથ સહકારથી આપવામાં આવી હતી. જેનું લોકાપર્ણ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડના વરદ હસ્‍તેકરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પુર્વ શિક્ષણ નિયામક નલીન પંડિત, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, મામલતદાર ચિંતન વૈષ્‍ણવ, માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, શહેર ભાજપ પ્રમુખ લલીતભાઈ આંબલીયા, બીપીનભાઈ રાદડીયા, મહેશભાઈ ભાયાણી, અલ્‍તાફભાઈ નથવાણી, મનુભાઈ શેલીયા, મનોજભાઈ જોગી, દિપકભાઈ વઘાસીયા, જયેશભાઈ જીંજરીયા સહિત દરેક સમાજના આગેવાનો જેમાં રમઝાનભાઈ જીયાણી, જીજ્ઞેશભાઈ જસાણી, બીછુભાઈ વાળા, ભુપતભાઈ લસીયા, ભીખુભાઈ વાળા, પ્રતાપભાઈ ખાચર, દેહાભાઈ વાળા, હસનભાઈ અગવાન, ખોડાભાઈ રાતડીયા, બાબુભાઈ કારેટીયા, કાળુભાઈ સોની દરેક સમાજ તથા ધર્મના લોકો ઉપસ્‍થિત રહૃાા હતા. આ તકે મામલતદાર ચિંતન વૈષ્‍ણવનું સન્‍માન પત્રક તેમજ શાલ ઓઢાડી જીર્ણોઘ્‍ધાર સમિતિ અને યુથ ફેડરેશન દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્‍મશાન જીર્ણોઘ્‍ધાર સમિતિના નરૂભાઈ ત્રિવેદી, મગન કોઠીયા, સુરેશભાઈ ભાલાળા, અતુલભાઈ જાની, ડાયાભાઈ શેલીયા વગેરે સભ્‍યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.


Source: Amreli News

error: Content is protected !!