Wah Gujarat

Gujarat Live Breaking News

National

યુદ્ધનો આગાઝ? સરહદ પર સેનાનો કબ્જા, નૌકાદળ – એરફોર્સ હાઇએલર્ટ

સેનાના પ્રમુખ પહોંચ્યા જમ્મુ-કાશ્મીર, પર્રિકર બોલ્યા- પાકિસ્તાન કામામાં ઃ સર્જીકલ સ્ટ્રાઇકથી ગભરાયેલા પાકિસ્તાને સરહદે ૫ બટાલિયન ઠાલવી, રજાઓ રદ્દ, ૩૦૦ ગામ ખાલી કરાવ્યા
ન્યુ દિલ્હી,તા.૧
૧૮મી સપ્ટેમ્બરના રોજ ઉરીમાં સેનાના કેમ્પ પર હુમલા બાદ તરત જ સર્જીકલ સ્ટ્રાઈકનો નિર્ણય લેવાયો હતો. સર્જીકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન તરફથી સંભવિત જવાબી હુમલાની  આશંકાને જાતા ભારત તૈયાર છે. આ બધાની વચ્ચે અખનૂરમાં પાકિસ્તાનની તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન અને ગોળીબારીના લીધે સીમાવર્તી લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવી રહ્યાં છે. લોકો જરૂરી
સામાનની સાથે ઘર છોડી રહ્યાં છે. તેમણે મંદિરો અને સ્કૂલોમાં બનાવેલ અસ્થાયી શિબિરોમાં શિફ્ટ કરાઈ રહ્યાં છે. સીમાવર્તી વિસ્તારોમાં સ્કૂલ પણ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ સેનાના પ્રમુખ દલબીર સિંહ સુહાગે શનિવારના રોજ ઉત્તરી કમાનની મુલાકાત લીધી. લાઈન ઓફ કંટ્રોલની પેલે પાર આતંકવાદી કેમ્પો પર કરાયેલ સર્જીકલ સ્ટ્રાઈક બાદ સરહદ પર વધેલા તણાવને ધ્યાનમાં રાખી ભારતની તૈયારીઓ અંગે જાણવા માટે સેના પ્રમુખ ઉધમપુર પહોંચ્યા હતા. એક રક્ષા અધિકારીએ કÌšં, જનરલ સિંહ શનિવારે સવારે ઉત્તરી કમાનના હેડક્વાર્ટર પહોંચ્યા અને તેમણે અહીં એલઓસી સહિત જમ્મુ-કાશ્મીરમાં કોઇપણ Âસ્થતિને પહોંચી વળવા માટે
ભારતની તૈયારીઓની સમીક્ષાને ધ્યાનમાં લઇ એક હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી. ઉરી હુમલાના બદલામાં સર્જીકલ સ્ટ્રાઈકની યોજના ઉત્તરી કમાને બનાવી હતી અને તેને અંજામ આપ્યો હતો.અધિકારીએ કÌšં હતું કે સેના અધ્યક્ષે લીપા, તત્તાપાની, કેલ, અને ભિંબર Âસ્થત સાત આતંકવાદીના કેમ્પો પર સફળ સર્જીકલ સ્ટ્રાઈક કરનાર સેનાના જવાનોના ખાનગીમાં વખાણ કર્યાં. તેઓ તૈયારીઓ અંગેની માહિતી મેળવવા માટે તેમની પશ્ચિમી કમાનની પણ મુલાકાત લેવાની યોજના છે જ્યારે આજે ઉપરાષ્ટÙપતિ હામિદ અંસારીએ પણ સર્જીકલ સ્ટ્રાઈક પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કÌšં, ‘જુઓ, એવું નથી કે તમે હંમેશા માટે આતંકવાદી હુમલાનો શિકાર બનો અને કંઇ  ના કરો. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે એક્શન કેમ જરૂરી છે? આતંકી લોન્ચ પેડ્‌સની ઓળખ કરવી અને તેના પર કાર્યવાહી કરવી જરૂરી છે.’ અંસારીએ કÌšં, ‘પીએમ એ શરૂઆતથી  કÌšં છે, અમે આવું કરીશું. અમે પસંદ કરેલા સમય અને જગ્યા પર કરીશું.’ આ બધાની વચ્ચે માહિતી મળી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટÙપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત લેશે. જણાવી દઈએ કે  પાકિસ્તાનની તરફથી જવાબી પ્રતિક્રિયાને જાતા આખો  દેશ હાઈ એલર્ટ પર છે. શુક્રવારના રોજ સરકારે જમ્મુ-કાશ્મીર અને દેશમાં સુરક્ષાની Âસ્થતિ પર સમીક્ષા કરી હતી. બીજીબાજુ સરહદના વિસ્તારોમાં બીએસએફ અને સેના હાઈ એલર્ટ પર  છે. બોર્ડરન નજીકના ગામડાંને ખાલી પણ કરાવી દેવામાં આવ્યા છે. આ તરફ સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ પહેલી વખત મોદી સરકારના કોઇ મંત્રીએ આ અંગે નિવેદન આપ્યું છે. રક્ષામંત્રી મનોહર પર્રિકરએ શનિવારના રોજ કÌšં કે આ જવાબી હુમલાથી  પાકિસ્તાન કામામાં સરી પડયું છે.
મનોહર પર્રિકરે કÌšં, ‘પાકિસ્તાને ભારતની ચુપકીદીને તેની નબળાઈ માનવી જાઇએ નહીં. પાકિસ્તાને આ મામલાની તપાસ પણ કરી નહીં, તે હજુ પણ આઘાતમાં છે. જા પાકિસ્તાન  આ પ્રકારના ષડયંત્ર ચાલુ રાખશે તો અમે તેને ફરીથી જડબાતોડ જવાબ આપીશું.’ આપને જણાવી દઇએ કે ઉરીમાં આર્મી પર થયેલા હુમલાનો જવાબ આપતા ભારતીય સેનાએ ગયા બુધવારના રોજ આતંકવાદીઓના લોન્ચ પેડ્‌સને બરબાદ કરી દીધા હતા. વપિક્ષ આ મુદ્દા પર કેન્દ્ર સરકારની સાથે છે. જા કે એવા પણ સમાચારો પણ આવ્યા હતા કે મોદી સરકારના મંત્રીઓને આ મુદ્દે ખાસ નિવેદનબાજીથી બચવાનું કÌšં હતું. જ્યારે પાકિસ્તાનથી મળતા અહેવાલો મુજબ નવાઝે બોલાવેલી બેઠકમાં પૂર્વ સીમામાં સૈનિકો વધારવા નિર્ણય લેવાયો હતો તે પછી ૫ બટાલીયન રવાના કરાઇ હતી. ૧ બટાલીયનમાં ૬૦૦થી લઇને ૯૦૦ સૈનિકો હોય છે. એટલું જ નહિ સૈનિકો અને ઓફિસરોની રજા પણ કેન્સલ કરાઇ છે. નેવી અને એરફોર્સનો અભ્યાસ ચાલુ છે. દરિયાકાંઠે સર્તકતા વધારી દીધી છે. પાકિસ્તાને સરહદ પરના ૩૦૦ જેટલા ગામ ખાલી પણ કરાવ્યા છે. બોર્ડર પર પાક રેન્જરોની જગ્યા પાક સેનાએ સંભાળી લીધી છે. પાકિસ્તાને ભારતના અબ્દુલિયા ગામથી લઇને સુચેત ગરૂ સુધી ૪ વધારાની બ્રિગેડ પણ તૈનાત કરી છે. પાકિસ્તાન સરહદના લોકોને ૧૦થી ૧૫ કિમી દુર મોકલી દીધા છે.

Source: Bhavnagar News

error: Content is protected !!