Wah Gujarat

Gujarat Live Breaking News

જૈન સમાચાર

સોનગઢથી સિઘ્ધાચલ મહાતીર્થનો છ’રી પાલિત યાત્રા સંઘનો પાલીતાણામાં ભવ્ય પ્રવેશ

સોનગઢથી સિઘ્ધાચલ મહાતીર્થનો છ’રી પાલિત યાત્રા સંઘનો પાલીતાણામાં ભવ્ય પ્રવેશ થયો હતો. પ0-50 સુદીર્ઘ વર્ષીતપના આરાધક તપસ્વીરત્ન સંઘ શિરછત્ર અચલ ગચ્છાધિપતિ પ.પૂ.આ. ભગવંત શ્રી ગુણોદયસાગર સૂરિશ્ર્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં માતુશ્રી વ્રજકુંવરબેન દુગંશંકર છબીલદાસ મહેતા પરીવાર દ્વારા આયોજીત સંઘે આજે વાજતે ગાજતે પાલીતાણા પ્રવેશ કર્યો. જય તળેટી ખાતે ચૈત્યવંદન આદિ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવેલ. તા.1 જાન્યુઆરીના રોજ શત્રુંજય પર્વત ખાતે સંઘપતિની સંઘમાળા વિધિ પૂર્ણ થશે.

error: Content is protected !!