Wah Gujarat

Gujarat Live Breaking News

National

આઈ.ડી.એસ અંતર્ગત ૬૫,૨૫૦ કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર થયું ઃ અરૂણ જેટલી

ન્યુ દિલ્હી,તા.૧
ઇન્કમટેક્સ ડિક્લોઝર સ્કીમ અંતર્ગત કુલ ૬૪,૨૭૫ લોકોએ ૬૫,૨૫૦ કરોડ રૂપિયાના કાળાનાણાંની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ આ અંગેની માહિતી એક પ્રેસ કોન્ફરન્સમાં આપી. તેમણે કÌšં કે આ અંદાજીત આંકડા છે, આથી જાહેર થયેલ નાણાંનો આંકડો વધી શકે છે. નાણાંમંત્રીએ આ યોજનાને સફળ બનાવા માટે ટેક્સ અધિકારીઓની પઠી થપથપાવી. આઇડીએસ આભાર – નિહારીકા રવિયા (ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ) આખરે પૂર્ણ થઈ છે અને અપેક્ષા અનુસાર સમગ્ર ગુજરાતમાં સુરત હાઇએસ્ટ ડિક્લેરેશન સાથે પ્રથમ ક્રમે રÌšં છે. રાત્રે ૧૨ વાગ્યા  સુધી ઓનલાઇન અરજી થઈ હતી જેથી રૂપિયા ૮૦૦ કરોડનું ડિસ્કલોઝર આવ્યું હતું, જેના સહારે ૪ મહિના ચાલેલી આ સ્કીમનો સ્કોર રૂપિયા ૨૫૦૦ કરોડ સુધી પહોંચ્યો હતો. જ્યારે આખા ગુજરાતનો આંકડો ૪૨૦૦ કરોડ સુધી પહોંચ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં જેટલીએ કÌšં કે તેમની સરકારે ટેક્સ ચોરી રોકવા માટે કેટલાંય પગલાં ઉઠાવ્યા. તેમણે કÌšં કે ૧ જૂનના રોજ આ સ્કીમ શરૂ કરાઈ હતી જે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૬ના  રોજ અડધી રાતે પૂરી થઇ ગઈ. કુલ મળીને આ સ્કીમને સારો રિસપોન્સ મળ્યો છે. જે લોકોએ બ્લેક મનીની જાહેરાત કરી છે તેમણે પોતાની સંપત્તિ પર કુલ ૪૫ ટકા ટેક્સ આપ્યો છે. જેટલીએ કÌšં કે સરકારે પહેલાં જ કÌšં હતું કે આ સ્કીમમાં બ્લેક મનીની જાહેરાત કરનારા લોકોની ઓળખ ઉજાગર કરાશે નહીં. પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર પણ તેમણે  કÌšં કે અમે એવી કોઇપણ માહિતી આપવાના નથી જેથી કરીને કોઇ વ્યÂક્તને લઇને કોઇ અંદાજા લગાવી શકાય.
નાણાંમંત્રીએ કÌšં કે પનામા કેસમાં પણ ૨૫૦ લોકો/સંસ્થાઓના રેફરન્સ બીજા દેશોને મોકલવામાં આવ્યા છે અને તેની તપાસ સારી એવી ચાલી રહી છે. તેમણે કÌšં કે એચએસબીસી  અને બહારના દેશોમાં કુલ ૫૮,૩૭૮ કરોડ રૂપિયાના કાળા નાણાં અંગે માહિતી મળી છે. તેની સાથે જ કુલ ૧૯૮૬ કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા. તેમણે કÌšં કે ૐજીમ્ઝ્ર કેસમાં ૮૦૦૦  કરોડ રૂપિયાના બ્લેક મનીનું અસેસમેન્ટ પણ થઇ ચૂકયું છે, જ્યારે ૧૬૪ પ્રોસિક્્યુશન ફાઈલ થઇ ચૂકી છે. આઇડીએસમાં હાલ મોટાભાગના ડિસ્કલોઝર મેન્યુઅલ થઈ રહ્યા છે. એટલે કરદાતા કે સી.એ. આઇટી અધિકારીઓ સાથે લાંબી ચર્ચા કરતા હોય છે. અધિકારીઓના કહેવા મુજબ અનેક લોકો એવા આવ્યા હતા જેમણે અગાઉની પોતાની ગણતરી કરતાં વધુ ડિસ્કલોઝર કર્યું હોય. જેની પાછળ સર્જિકલ ઓપરેશન જ કારણ દર્શાવાયું છે. શુક્રવારે વરાછાના એક બિલ્ડર સીધા એક  ઉચ્ચ અધિકારીની કેબિનમાં આવ્યા અને ઉત્સાહભેર જણાવ્યું કે ‘સાહેબ! આખરે રૂપિયા તો કેન્દ્ર સરકાર પાસે જ જવાના છે. મોદી સાહેબના જ હાથ મજબૂત થશે.’ આમ, કહીને ડિસ્કલોઝર કરતાં અધિકારી પણ ખુશ થઈ ગયા હતા.

Source: Bhavnagar News

error: Content is protected !!