Main Menu

ચીનની પાક.ને આડકતરી મદદ, તિબેટમાં બ્રહ્મપુત્રા નદીનું પાણી રોક્્યું

બિજિંગ,તા.૧
ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદીનું પાણી રોક્્યું છે. ચીન અહીંયા અત્યંત ખર્ચાય એક હાઇડ્રો પ્રોજેક્ટ ચલાવી રÌšં છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ પ્રોજેક્ટના એડમિનિસ્ટ્રેશન બ્યૂરોના હેડ ઝાંગ યુનબાઓને ટાંકીને આ દાવો કર્યો છે. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં ‘યારલૂંગ સાંગ્પો’ નામથી જાણીતી છે. ચીને જે નદીનું પાણી રોક્્યું છે, તેનું નામ યારલૂંગ સાંગ્પો છે. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં આ જ નામે ઓળખવામાં આવે છે. અહીંયા લાલહો નામનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેના પર ચીને અત્યાર સુધીમાં ૭૪૦ મિલિયન ડોલર (લગભગ ૫૦૦૦ કરોડ રૂ.) નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ચીનના આ પગલાંથી ભારત સહિત બાંગ્લાદેશમાં વહેતી બ્રહ્મપુત્રા નદીનાં વહેણ પર  અસર થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉરી આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાન પર દબાણ બનાવી રÌšં છે. જે અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સમજૂતીનો પણ રિવ્યૂ કર્યો  હતો. ત્યારબાદ પાકિસ્તાને ધમકી આપી હતી કે, તેઓ ચીનને કહીને બ્રહ્મપુત્રા નદીનું પાણી અટકાવી દેશે. ચીનના આ પગલાંને ભારતે પાકિસ્તાન પર કરેલા દબાણનો જવાબ માનવામાં આવે છે. ભારત આભાર – નિહારીકા રવિયા અને ચીન વચ્ચે કોઈ જળ સંધિ નથી. જા કે બંને દેશોએ સરહદની બંને બાજુ વહેનારી નદીઓ માટે એક્સપર્ટ લેવલ મિકેનિઝમ બનાવ્યું છે. ૨૦૧૩માં બંને દેશોએ નદિઓ પર સહયોગ વધારવા માટે એક મેમોરેન્ડ્‌મ ઓફ અંડરસ્ટેંડિંગ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

Source: Bhavnagar News