Wah Gujarat

Gujarat Live Breaking News

National

પાક.માં રેલ્વે લાઈનના વિસ્તરીકરણ માટે ૫.૫ અબજ ડોલરની સહાય આપશે ચીન

ઈસ્લામાબાદ,તા.૧
પેશાવર અને કરાચીને જાડતી રેલવેની મુખ્ય લાઇનના વિસ્તરીકરણ અને નૂતનીકરણ માટે ચીન પાકિસ્તાનને ૫.૫ અબજ ડાલકર આપશે. બન્ને દેશ વચ્ચે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક  કોરિડોર હેઠળ કરાયેલા કરારના ભાગરૂપે ચીન પાકિસ્તાનને ઉક્ત નાણાં આપશે, એમ મીડિયાના અહેવાલોમાં જણાવાયું હતું. પાકિસ્તાનના ઉત્તર અને દક્ષિણને જાડનારા રેલવે પ્રકલ્પ એમએલ-વન (પેશાવર-કરાચી) માટે આપવામાં આવનારા કુલ આઠ અબજ ડાલરમાંથી ચીન બે ટકાથી પણ ઓછા વ્યાજ દરે પાકિસ્તાનને ૫.૫ અબજ ડાલરનું લોન આપશે, એમ ચીનથી પાછા ફરેલા આયોજન, વિકાસ અને સુધારો ખાતાના પ્રધાન અહેસાન ઇક્બાલે જણાવ્યું હતું. આ લોન સાથે ચીન-પાકિસ્તાન  ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) પ્રકલ્પોનો કુલ ખર્ચ ૫૧.૫ અબજ ડાલરથી પણ વધુ પર પહોંચશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Source: Bhavnagar News

error: Content is protected !!