Wah Gujarat

Gujarat Live Breaking News

National

લો બોલો..યુધ્ધના માહોલમાં ભારતે ‘એલચી’ મોકલી, પાક.માંથી ‘બદામ’ આવી

ન્યુ દિલ્હી,તા.૧
ઉરી ક્ષેત્રમાં યુધ્ધ જેવા માહોલ વચ્ચે પણ ભારત અને પાકિસ્તાનનાં વેપાર ધંધાને કોઇ અસર થઇ નથી. ભારતની સર્જીકલ સ્ટ્રાઇક પછી ભારતમાંથી ર૬ જેટલી ટ્રકમાં એલચી, મરચા  અને એબ્રોઇડરીનો સામાન પીઓકેમાં મોકલવામાં આવ્યો છે. જયારે પાકિસ્તાનમાંથી બદામ સહિતની ચિજવસ્તુઓ આવી છે અને દુનિયાભરમાં જેની સૌથી વધુ ચર્ચા છે તે ઉરી જ  કારોબારનો મુખ્ય માર્ગ બન્ને દેશો વચ્ચે છે. ભારતમાંથી પાકિસ્તાન જતી ટ્રકો ઉરીના સલામાબાદ ચેક પોસ્ટ પરથી પાકિસ્તાન ઓકયુફાઇડ કાશ્મીરમાં પ્રવેશ કરે છે અને પાકિસ્તાનની ઓથોરીટીના જણાવ્યા મુજબ આ જ ચેક પોસ્ટ ઉપરથી પાકિસ્તાની ટ્રક ભારતમાં ગયા છે. ઉતરીય શ્રીનગરથી આશરે ૧૦ર કિલોમીટર દુર આવેલ સલામાબાદ ચેક પોસ્ટ પરથી હાલ પસાર થઇ રહેલી ટ્રકો ઉપર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. ઉરીમાં ભારતીય લશ્કરી છાવણી ઉપર થયેલ હુમલા બાદ અને બારમા દિવસે ભારતે વળતા હુમલા સ્વરૂપે કરેલ ‘સર્જીકલ સ્ટ્રાઇક’ બાદ બન્ને દેશોની આર્મી દરેક ટ્રક, કાગળો અને ડ્રાઇવરની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ હરીફ દેશમાં પ્રવેશ માટે છુટ આપી રહયા છે.

Source: Bhavnagar News

error: Content is protected !!