Wah Gujarat

Gujarat Live Breaking News

National

સરહદની Âસ્થતિ-સરકારના આશ્વાસન બાદ દલિતોએ રેલરોકો આંદોલન રદ્દ કર્યું

સુરત,તા.૧
રાજ્યમાં દલિતોના પ્રશ્ને જિગ્નેશ મેવાણી અને આગેવાનો દ્વારા આજે જે રેલ રોકો કાર્યક્રમ રાખ્યો હતો તે રદ રાખવામાં આવ્યો છે. સરહદ પર હાલ જે તણાવભરી પરિÂસ્થતિ છે તે જાતા આજનુ આંદોલન પાછુ ખેંચાયું છે. ઉના દલિત અત્યારચાર લડત સમિતિના પ્રમુખ જિક્ષેશ મેવાણી પોતાના ફેસબુક પેજ પર આ અંગે જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, ઉના દલિત અત્યાચાર લડત સમિતિ અને રાષ્ટÙીય અધિકાર મંચના સંયુક્ત પ્રયાસે આજે ૧ ઓક્ટોબરના રોજ ઐતિહાસિક રેલ રોકો આંદોલનનુ આયોજન કરવામાં આવ્યું હતું. મણિનગર રેલવે ક્રોસિંગ-૧ પાસે આ આંદોલન યોજાવાનું હતુ. જે હવે રદ થવાની જાહેરાત જિજ્ઞેશ મેવાણીએ કરી છે. જિજ્ઞેશ મેવાણીએ ફેસબુક પર લખ્યુ કે, સરહદનીÂસ્થતિ જાતા અને થોડા સમય પહેલા જ ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મારી વાત થઇ તે મુજબ તે અમારી માંગણીઓ  બાબતે મળીને વાત કરવા તૈયાર છે તે સંજાગોમાં અમે રેલ-રોકો નો કોલ પરત લઈએ છીએ. આશા છે કે સરકાર અમારી ન્યાયી, વાજબી માંગણીઓનો વેળાસર હકારાત્મક ઉકેલ લાવે. બીજી પોસ્ટમાં લખ્યું કે, સાથીઓ તમારા બધાના સહકારથી આપણા મજબુતઆંદોલનને જાઇને સરકારે આપણી માંગણીઓ બાબતે ચર્ચા કરવાની તૈયારી બતાવી છે જેથી રેલ રોકો નો
કોલ પાછો લીધેલ છે તો દરેકને વિનંતી કે શાંતિ જાળવી રાખે. આપણી માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે. જય ભીમપ ગૃહ પ્રધાનના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર દલિતોના પ્રશ્ને સંવેદનશીલ છે અને સંવેદનશીલ બનીને તેમના પ્રશ્નો પણ સાંભળવામાં આવે છે. જેના પર કાર્યવાહી પણ કરવામાં આવે છે.  જે અંગે દલિત સમાજના આગેવાનો સાથે સફળ વાતચીત બાદ તે લોકોએ આજનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. જિજ્ઞેશ મેવાળીનો મારા પર ફોન હતો ને તેમના તમામ પ્રશ્નો અમે સરકાર તરીકે
સાંભળ્યા હતા જે બાદ તે લોકોએ જાહેરાત કરી હતી કે અમે રેલ રોકો આંદોલનનો કાર્યક્રમ અમે રદ્દ કરીયે છીએ. થાનગઠના તમામ ઉપવાસીઓ સાથે સંવેદનશીલ રહી આભાર – નિહારીકા રવિયા જુનો પ્રશ્ન પણ ઉકેલ્યો છે. આથી સરકાર દલિત સમાજના તમામ પ્રશ્નો પ્રત્યે સંવેદનાપૂર્ણ વ્યવહાર કરે છે. પ્રવર્તમાન સમયમાં દલિત સમાજે પણ જે  પોઝિટીવ એપ્રોચ રાખ્યો છે તેને લઇ તે લોકોએ આ રેલ રોકો કાર્યક્રમ રદ રાખ્યો છે.

Source: Bhavnagar News

error: Content is protected !!