ક્ષણ
I am archiving a wonderful post from that my dear friend ઊર્મિ had made earlier this year for my poem ક્ષણ. You can enjoy the original post here.
—- from Gagar ma Sagar —-
ઘણા વખતથી જાણે આપણી આ ગાગરની અંદરનાં સાગરનાં પાણી થોડા ઊંડા ઊતરી ગયા હોય એમ હું બહુ ભરતી નથી આવી શકી. પરંતુ ઊર્મિસાગર.કૉમની દરેક વર્ષગાંઠને કવિઓનાં શબ્દ અને સ્વરથી ઉજવવાનો ચાલુ કરેલો ચીલો આ વખતે પણ ચાલુ જ રહેશે, એની ખાતરી આપું છું. સમય સમય પર અહીં આપની સમક્ષ થોડી બુંદો લાવવાની કોશિશ જરૂર કરતી રહીશ. અને હાલની વ્યસ્તતામાંથી સમય મળતા જ ભવિષ્યમાં હું ફરી નિયમિત રીતે આપની સમક્ષ આ ગાગરમાં થોડી કવિતાની બુંદો લાવી શકું એવી તમારી સાથે સાથે હું પણ સ્વયં પાસે આશા રાખું છું. તો ચાલો, આજથી એક સપ્તાહ માટે આપણે માણીએ, કવિનાં શબ્દ અને સ્વરની જુગલબંધી…
હતો એક જણ હું, અને એક જણ આ
કદી છે છલોછલ, કદી સાવ સૂકું
કહો જળ તો જળ આ, કહો રણ તો રણ આ
જો મટકું છું પાંપણ, છટકતી ક્ષણો છે
ને ઉલ્લાસ તો ક્યારેક આશાની ક્ષણ છે
નજરમાં મેં સૂક્કો દરિયો છે દેખ્યો
વિતેલી ક્ષણો ને, હું સ્પર્શી શકું ના
વિતેલી ક્ષણોમાં તો જીવન વસ્યું છે
ક્ષણે ક્ષણને આજે હું દેખી રહ્યો છું
ક્ષણોમાં છે જીવન, જો સ્પર્શી શકો તો
જીવી લઉં બચેલા છે,બે-ચાર શ્વાસો…
– હિમાંશુ ભટ્ટ (1995)
હિમાંશુભાઈની ગઝલ માટે મને હંમેશા પક્ષપાત રહ્યો છે. એ ખૂબ જ ઓછી ગઝલો લખે છે પરંતુ ખૂબ જ ગૂઢ હોય છે. તેઓ ખૂબ જ સરળ શબ્દોમાં લખે છે, પરંતુ એમનાં શબ્દને પામવા માટે એમાં ઊંડા ઉતરવું પડે, ડૂબકી મારવી પડે, મરજીવા બનવું પડે…
અહીં તેઓ ક્ષણની વાત લઈને આવ્યા છે. જો કે વાત માત્ર ક્ષણની નથી, ક્ષણોથી ભરચક આખી જિંદગીની છે. કવિને ક્યારેક ક્ષણો છેતરામણી લાગે છે તો ક્યારેક વ્હાલી લાગે છે… ક્યારેક આખું જીવન એમાં સમાયેલું લાગે છે તો ક્યારેક એમાંથી ક્યાંક સરી ગયેલું લાગે છે… ક્યારેક ક્ષણોમાં જીવનનો બોધ દેખાય છે તો ક્યારેક એ કોરીધાકોર લાગે છે… ક્યારેક આશાવંત તો ક્યારેક નિરાશાજનક… ક્યારેક ક્ષણોમાં એ પોતે ભીંજાય છે તો ક્યારેક ક્ષણોને પોતાનાથી ભીંજવવાનો યત્ન કરે છે… અંતમાં કવિ પેલા હિંદી ગીત જેવી જ વાત કરે છે: સો બરસ કી જિંદગી સે અચ્છે હૈ, પ્યાર કે દો-ચાર દિન…
એક આડ વાત તરીકે… હિમાંશુભાઈ સાથેનાં એક ફોન-કોલ દરમ્યાનની એક ક્ષણ મને હજી પણ યાદ છે કે થોડા વર્ષો પહેલા જ્યારે વિવેક મને છંદ શીખવવાની બેફામ કોશિશ કરતો હતો અને મારા મગજની બત્તી હજી થતી ન્હોતી. ત્યારે એક દિવસ હિમાંશુભાઈ સાથે ફોન પર વાત કરતા કરતા એમણે મને એક ગઝલનું પઠન કરીને બોલીને મને એનો લય સમજાવ્યો… અને એ ક્ષણેએમણે જાણે કે મારા મગજની મેજીક સ્વિચ ઓન કરી દીધી હોય એમ વિવેકનાં બધા પાઠો જે પહેલા સમજાયા ન્હોતા એ બધા ત્યારે તુરત જ એકીસાથે મને સમજાઈ ગયા હતા. આ તો અહીં એમણે ક્ષણની વાત કરી એટલે મને પણ મારી એ મેજીકલ મોમેંટ યાદ આવી ગઈ… ઊર્મિ
Source: વાર્તાલાપ