Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

હાવતડ ગામે દિન-દહાડે બંધ મકાનમાંથી રૂા. પ6 હજારનાં સોનાના દાગીનાની ચોરી

અમરેલી, તા. 19
લાઠી તાલુકાનાં હાવતડ ગામે રહેતાં કાન્‍તીભાઈ લાલજીભાઈ દેવાણીના બંધ રહેણાંક મકાનમાં ગત તા.17 ના રોજ બપોરે 3 થી પ ના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ મકાનની દિવાલ ઠેકી મકાનમાં પ્રવેશ કરી ઘરનાં રૂમમાં રાખેલ લોખંડના કબાટના તાળા તોડી કબાટમાં રાખેલ સોનાનું મંગળસુત્ર આશરે ર તોલા કિંમત રૂા. ર3 હજાર, સોનાનું ડોઢીયુ ર તોલા કિંમત રૂા. ર3 હજાર તથા સોનાનું ચકદુ 1 તોલાનું કિંમત રૂા.10 હજાર મળી કુલ રૂા.પ6 હજારનાં સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ દામનગર પોલીસમાં નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.


Source: Amreli News

error: Content is protected !!