Main Menu

ગઝલ:બંધમુઠ્ઠીમા.—મુહમ્મદઅલી વફા

  બંધમુઠ્ઠીમાં.—મુહમ્મદઅલી વફા   જિંદગી જીવાય ગૈ બંધમુઠ્ઠીમાં., આબરૂ સચવાય ગૈ બંધમુઠ્ઠીમાં.   બાગમાં શાને ભરો? રોજ આ પે’રો, ખૂશબૂ રૂંધાય ગૈ બંધમુઠ્ઠીમાં.   તક મળે એને કદી કયાં કણસવાની, વેદના મુંગાય ગૈ બંધમુઠ્ઠીમાં.   લેખ કૈં હોતા નથી એ લકીરોમાં, કિસમતો ધર્બાય ગૈ બંધમુઠ્ઠીમાં.   આપણે સાચે વફા ખૂલવું પડયું, વારતા સંતાય ગૈ બંધમુઠ્ઠીમાં.

Source: બાગે વફા