Main Menu

જૂનાગઢની નોબલ એન્જિનિયરિંગ કોલેજના ઓડિટોરિયમમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અકૂપાર નાટક યોજાયું

 

જૂનાગઢ નજીક બામણગામ ખાતે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂટના ઓડિટોરિયમમાં ગીરની અસલી પ્રાકૃતિક અને માનવીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતું પ્રકૃતિ અને માનવીની કથા ધરાવતુ નાટક અકૂપાર રજૂ કરવામાં આવ્યું હતું. અદીતી દેસાઇ દિગ્દર્શીત ગુજરાતી ભાષાનાં જાણીતા સાહિત્યકાર ધ્રવ ભટ્ટની નવલકથા નાટ્યાંકન થયેલ સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત અકુપાર નાટકમાં કથાનો નાયક મુળ શહેરનો રહેવાસી હોય છે,પરંતુ તેને પૃથ્વીનાં તત્વો વીશે ચિત્રો દોરવાનું કહેવામાં આવે છે. કથાનાં નાયકને ખબર નથી હોતી કે ચિત્રો દોરવા ક્યાં જવું, એટલે તે ગીરનાં વનપ્રદેશની પસંદગી કરે છે, કથા નાયક માલધારી કુટુંબ સાથે રહી વન પ્રદેશની પ્રકૃતીને જાણે છે વન અધિકારીઓને મળી વન્યસૃષ્ટીની જાણકારી મેળવે છે, માલધારી બહેનો પાસેથી જંગલનાં જીવન વીશે ઉંડો અભ્યાસ કરે છે, સિંહણ સાથે ઉછરેલી શાંસાઇ નામની નાયીકાને મળી તે ગીરનાં જંગલોમાં માલધારી કુટુંબોનાં જીવન વિશે વિસ્તૃત રીતે જાણકારી મેળવે છે, અકુપાર નાટક માનવ જીવનનાં મુલ્યોનું દર્શન કરાવે છે. પ્રકૃતિ પ્રત્યે માણસની શું ફરજ હોઇ શકે તેનાં વીશે આ નાટકમાં ઘણું વધુ કહી જાય છે, લીલા પાણીયા નેસનાં ગઢવીએ ગાયેલા ગીતોનો પણ આ નાટકમાં ઉપયોગ થયો હોવાનું જાણવા મળે છે.કથા નાયક પ્રકૃતિને બહોળી રીતે જુએ છે, જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજિત અને વન વિભાગ તેમજ ગુજરાત સંગીત નાટક અકાદમીના સહયોગથી યોજાયેલા નાટકમાં વિદ્યાર્થીઓ ,આગેવાનો તેમજ નાટક રસિકો કલાકારોની અદભુત અભિવ્યક્તિ અને ગીરમાં રહેલી ખમીરતા અને સિંહ સાથેનો નાતો સહિતની બાબતો ખુબ સુંદર રીતે આબેહૂબ વણી લેવામાં આવી હતી. ગુજરાતી ભાષાના જાણીતા સર્જક શ્રી ધ્રુવ ભટ્ટ અને અદિતી દેસાઇ દિગ્દર્શિત આ નાટકમાં કલાકારોના અભિનયન અભિનયને બિરદાવ્યો હતો બિરદાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી જે.પી. મૈયાણી, મુખ્ય વન સંરક્ષકશ્રી ડી.ટી.વસાવડા, નાયબ વન સંરક્ષકશ્રી ધીરજ મિતલ, કેળવણીકાર શ્રી કે.ડી પંડ્યા, યુનિ.ના ડો.સોની, હેમંત નાણાવટી, પ્રો.પરાગ દેવાણી તેમજ વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Source: Gujarat Breking News