Main Menu

સંતરામ મંદિર નડિયાદ ખાતે સુપ્રસિધ્‍ધ રામકથાકાર મોરારીબાપુની કથાનો પ્રારંભ

 

નડિયાદ–શનિવાર- યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૮૮મા સમાધિ મહોત્‍સવ અને પ.પૂ. શ્રી લક્ષ્‍મણદાસ મહારાજના ૧૫૦મા સાર્ધ સમાધિ મહોત્‍સવ નિમિત્તે શ્રી સંતરામ મંદિર દ્વારા અનેક વિધ આધ્‍યાત્‍મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તદ્અનુસાર આજે શ્રી સંતરામ મંદિરના લીમડાવાળા મેદાનમાં શ્રી મોરારીબાપુના મુખે શ્રી રામકથાનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા, મંત્રીશ્રી સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગના રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, પૂર્વ કેન્‍દ્રિય મંત્રીશ્રી દિનશા પટેલ અને ઉદ્યોગપતિ તથા દાનવીરશ્રી દેવાંગભાઇ પટેલ, અગ્રણીશ્રી ભારતસિંહ પરમાર ખાસ ઉપસ્‍થિત રહિ કથાનું રસપાન કર્યું હતું તેમજ ધાર્મિક અને આધ્‍યાત્‍મિક સંત્‍સગ કર્યો હતો, કથાના પ્રારંભે શ્રી સંતરામ મંદિરના મહંતશ્રી પ.પૂ. રામદાસ મહારાજે આર્શીવચનો પાઠવ્યા હતા. કથા મંડપમાં અનેક મહંતો, સંતો અને કથાના શ્રવણ માટે કથાપ્રેમી નગરજનો ઉપસ્‍થિત રહયા હતા.

Source: Gujarat Breking News