Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને એક સલુનથી ઝડપી લેવાયો

 

કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને દક્ષિણ આફ્રિકામાંથી પકડી લેવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગતો હવે સપાટી પર આવે તેવી શક્યતા છે. પુજારી ૨૦૦થી વધારે કેસોમાં વોન્ટેડ છે. આ ખતરનાક શખ્સ રવિ પુજારીને સેનેગલના પાટનગરમાં એક સલુનમાંથી પકડી લેવામાં આવ્યો છે. તેની ૨૧મી જાન્યુઆરીના દિવસે ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલીક વિગત ખુલે તેવી શક્યતા છે. કર્ણાટકના મુખ્યપ્રધાન ઓફિસ તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યુ છે કે આ ગેંગસ્ટરને પકડી પાડવા માટે ખુબ સાવધાની રાખવામાં આવી હતી. સેનેગમા ત્રણ બસમાં પોલીસ પહોંચી હતી. તેને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો. રવિ પુજારીની ધરપકડ કરવામાં આવતા બોલિવુડને પણ મોટી રાહત મળી ગઇ છે. લાંબા સમયથી તે ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકોને સતત ધમકી આપી રહ્યો હતો. કેટલાક પણ હુમલા પણ કરાવ્યા હતા. મુંબઇના જેસીપી આશુતોષ દુમ્બારેએકહ્યુ છે કે તેમની પાસે ધરપકડને લઇને પાકા સમાચાર આવ્યા છે. તેમની પાસે પુરતા પુરાવા પણ છે. અમે મજબુત કેસ તૈયાર કરી રહ્યા છીએ. પુજારી માટે ઇન્ટરપોલ રેડ કોર્નર નોટીસ પણ જારી કરવામાં આવી હતી. જા કે તે લાંબા સમયથી પોલીસ અને સુરક્ષા દળોને થાપ આપી રહ્યો હતો. પુજારીએઅ દક્ષિણ આફ્રિકામાં પોતાના કારોબારને જારદાર રીતે ફેલાવ્યો છે. કેટલાક આફ્રિકી દેશોમાં તેના રેસ્ટોરન્ટ ચાલી રહ્યા છે. જેમાં ગુયાના, બુર્કિના ફાસો અને આવિરી કોસ્ટનો સમાવેશ થાય છે. કર્ણાટક પોલીસે કહ્યુ છે કે આઇવરી કોસ્ટમાં તેના રોકાણના ગાળા દરમિયાન અમારી પાસે કેટલીક સુચના આવી હતી. ત્યારબાદ તે એકાએક ગાયબ થઇ ગયો હતો. જા કે ઇન્ટેલિજન્સ એજન્સી, ગુજરાત એટીએસ અને કર્ણાટક પોલીસ સતત આફ્રિકીદેશોના સંપર્કમાં હતી. પુજારી પર નજર રાખવામાં આવી રહી હતી. પુજારીએ સેનેગલમાં પોતાનુ નામ એન્ટોની ફર્નાન્ડીઝ રાખ્યુ હતુ. પુજારીની ધરપકડને લઈને જુદી જુદી તપાસ સંસ્થાઓ જુદા જુદા દાવાઓ કરી રહી છે. આ કુખ્યાત ડોનની ધરપકડ માટે તમામ સંસ્થાઓ ક્રેડિટ લેવાના પ્રયાસ કરી રહી છે. કર્ણાટક અને ગુજરાતના અધિકારીઓનું કહેવું છે કે પુજારીએ સેનેગલમાં પોતાનું નામ બદલી નાખ્યું હતું. તેની પાસે બુરકીનીનો પાસપોર્ટ પણ હતો. કર્ણાટકમાં એડીજી અમર પાંડેનું કહેવું છે કે તમામ પ્રક્રિયા પુરી કરીને પુજારીને લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતના એટીએસના અધિકારીઓનું કહેવું છે કે પુજારી કેટલાક વર્ષોમાં બિઝનેસમેન, રાજનેતાઓ અન્ય લોકોને ૭૫ થી વધારે કોલ કરીને ધમકી આપી ચુક્યો છે. તાજેતરમાં જ ગુજરાતના સીમેન્ટ કારોબારીને પણ ફોન કર્યો હતો. પુજારીએ ગુજરાતમાં પોતાના ટાર્ગેટથી ૫૦ કરોડ રૂપિયા વધારે વસુલ કર્યા હતા. કેટલાક કારોબારીઓ પાસેથી પ્રોટેકશન મની તરીકે કરોડો રૂપિયાની માંગ કરી હતી. પુજારીના બાળકોની ઓળખ પણ કરવામાં આવી છે. ગુજરાત એટીએસના અધિકારીઓનું કહેવું છે કે પુજારી સામાન્ય રીતે ચારથી પાંચ બોડીગાર્ડ સાથે રહે છે. સેનેગલ પોલીસની મદદ લેવામાં આવી હતી. પુજારીએ પ્રવાસીઓની મદદથી ૨૦૧૭માં બુરકીના અને ફાસોમાં શરણાગતિ સ્વીકારી હતી. ત્યારબાદ તે નમસ્તે ઈન્ડીયા નામના રેસ્ટોરન્ટને ચલાવી રહ્યો હતો.

Source: Gujarat Breking News

error: Content is protected !!