Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

રોષ : 4 વર્ષ પહેલા બનેલ આંગણવાડી મકાન બિસ્‍માર બન્‍યું

“બાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિત”નાં બેનરતળે જ અરાજકતા

રોષ : 4 વર્ષ પહેલા બનેલ આંગણવાડી મકાન બિસ્‍માર બન્‍યું

નિર્દોષ ભુલકાઓની જીંદગી સાથે રમત રમાતી હોય ઉચ્‍ચ અધિકારીઓએ તપાસ કરવી જરૂરી

વડીયા, તા. 9

વડીયાનાં કૃષ્‍ણપરા ઢોળવા નાકા વિસ્‍તાર પાસે આવેલ આંગણવાડી પર જીવના જોખમે બેસતા નાના-નાના ભુલકાઓ માત્ર ચારજ વર્ષ પહેલા નવી બનેલ આંગણવાડી સાવ જર્જરીત હાલતમાં છે. સંચાલિકા બહેનના જણાવ્‍યા મુજબ જયારે આંગણવાડી અમોને સોંપવામાં આવી ત્‍યારે જ          નબળી હતી એવું નથી કે તંત્રને ખ્‍યાલ નથી. ખુદ પ્રાંત અધિકારી આ જર્જરીત આંગણવાડીની મુલાકાત કરેલ છે તેને પણ એક વર્ષ જેટલો સમય વિતી ગયો છતાં પણ તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી શું ? તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોઈને બેઠું છે.

પ્રગતિશીલ ગુજરાતમાં નાના ફુલકાઓની આંગણવાડીમાં ભભબાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિતભભ ના બેનરો જર્જરીત આંગણવાડીમાં જોવા મળ્‍યા. જીવના જોખમે નાના ભુલકાઓ જર્જરીત આંગણવાડીમાં ભણી રહૃાા છે, સ્‍લેબમાંથી ખરતી માટી અને સ્‍લેબથી છૂટી પડેલ વચ્‍ચેની દિવાલના જીવના જોખમો વચ્‍ચે દેશનું ભાવી નાના ભુલકાઓ.

જો કે આ અંગે અનેક વખત ઉચ્‍ચ અધિકારીઓને લેખીત રજુઆત કરવામાં આવેલ છે. અમરેલી જિલ્‍લાના વડીયાની કેન્‍દ્ર નં. 91ની આંગણવાડીનું નવનિર્માણ થયું તેને ચાર વર્ષ જેટલો સમય થયો છે. હજુ આ આંગણવાડીના શૌચાલયના સોસ ખાડો બનાવવાનો બાકી છે ત્‍યાં સ્‍લેબની પરિસ્‍થિતિ જર્જરીત. કયારે આ ભુલકાઓ ઉપર સ્‍લેબ અને વચ્‍ચેની દીવાલ ખાબકે તે કહી શકાય નહીં. જર્જરીત આંગણવાડીની રજુઆતો ગ્રામ પંચાયતેથી પણ કરવામાં આવી છે.આ જર્જરીત આંગણવાડીએ ખુદ પ્રાંત આવીને ચેક કરી ગયા છે. સંચાલિકા ઘ્‍વારા પણ લેખીત રજુઆતો કરવામાં આવી છે. તંત્ર ઘ્‍વારા ભભબાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિતભભના બેનર લગાવેલા દર્શાઈ રહૃાા છે. આ બેનર જોઈ દેશના ભાવી સમાજ ભુલકાઓની સાથે સુરક્ષા વિશે સવાલો ઉઠી રહૃાા છે. તંત્ર ઘ્‍વારા છેતરપીંડી કરતું હોય તેવું દર્શાઈ રહૃાું છે.

કેન્‍દ્ર નં. 91ની આંગણવાડી વિસ્‍તારના વાલીઓનું કહેવું છે કે, આ આંગણવાડી જર્જરીત છે અમો અમારા બાળકોને જીવના જોખમે કેમ અહીં મોકલીયે. માત્ર સુરક્ષાના બેનરો લગાવેલા છે. અહીં કોઈ જ સુરક્ષા દર્શાતી નથી. તેડાગર રસોઈ બનાવતા હોય તો સ્‍લેબમાંથી માટીઓ ખરતી હોય તેવા દ્રશ્‍યો નજરે દર્શાઈ રહૃાા છે. આ સ્‍લેબ અને વચ્‍ચેની દીવાલ કયારે ખાબકે તે કહી શકાય નહી. અમારા બાળકો અહીં ભણવા આવ્‍યા હોય તો અમારા મનમાં અનેક સારા-નરસા વિચારો સતાવે છે. તંત્ર જાગે અને દેશના ભાવિ સમાન નાના ભુલકાઓની આ આંગણવાડીનું નવનિર્માણ થાય તેવી આ વિસ્‍તારના લોકોની માંગ ઉઠી છે.Source: Amreli Express Daily News
રોષ : 4 વર્ષ પહેલા બનેલ આંગણવાડી મકાન બિસ્‍માર બન્‍યું

error: Content is protected !!