Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

કોઈપણ રાજકીય પક્ષને દિલ્હીની ગાદી જોઇએ તે પક્ષને જીતવી પડે છે ગુજરાતની આ બેઠક! જાણો ઇતિહાસ…

રાજકારણમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી, પરંતુ તથ્યો અને રેકર્ડનાં આધારે કેટલીક પ્રચલિત બનેલી માન્યતાઓ પર વિશ્વાસ કરવોજ પડે તેવી બાબત લોકસભાની વલસાડ બેઠક સાથે જોડાયેલી છે. જે પક્ષને દિલ્હીની ગાદી જોઈએ છે તે પક્ષને વલસાડ અચૂક જીતવું પડે છે! અથવા તો જે પક્ષ વલસાડ જીતે છે તે પક્ષની જ સરકાર કેન્દ્રમાં રાજ કરે છે. ત્યારે આઝાદી બાદ દરેક પક્ષ માટે શુકનવંતી એવી વલસાડ બેઠકનો જાદુ આ વખતે પણ બરકરાર રહ્યો છે.

દેશમાં લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે દરેક પક્ષ દિલ્હીની ગાદી મેળવવા મરણિયા પ્રયાસ શરુ કરી દીધા છે. ત્યારે રાજ્યની 26 બેઠકો પૈકી વલસાડ બેઠકનું દેશના રાજકારણમાં આગવું જ મહત્વ છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતી વલસાડ બેઠકમાં વલસાડ, ડાંગ અને નવસારીનો વાંસદા વિસ્તારનો સમાવેશ થાય છે. જોકે દર વખતે વલસાડ જિલ્લાના જ ઉમેદવાર વિજયી થયા છે. ત્યારે કેન્દ્રમાં સરકાર બનવતી તમામ પાર્ટી એ વલસાડ બેઠક અચૂક જીતવી પડે છે.

આઝાદી બાદ 1977 સુધી એક લાંબા સમય માટે દિલ્હીની ગાદી પર કોંગ્રેસનું એક હથ્થુ શાસન રહ્યું હતું. ત્યારે સૌ પહેલા બનેલ મોરારજીની જનતા સરકાર બની ત્યારે પણ કોંગ્રેસના નાનુભાઈ પટેલ કોંગ્રેસ છોડી જનતા પક્ષ તરફથી વલસાડ લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તો કટોકટી બાદ ઈન્દીરા ગાંધી જ્યારે ફરી એકવાર મેદાનમાં આવ્યા ત્યારે 1980માં વલસાડની બેઠક કોંગ્રેસના ઉત્તમ હરજી જીત્યા હતા અને કેન્દ્રમાં ફરી એકવાર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો.

1977 નાનુભાઈ પટેલ કોંગ્રેસ

જનતા પાર્ટી નાનુભાઈ મોરારજી દેસાઈ

1984 ઉત્તમભાઈ હરજીભાઈ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર

1989 અર્જુન પટેલ જનતા દળ કેન્દ્રમાં વીપી સિંહની સરકાર

1991 ઉત્તમભાઈ હરજીભાઈ કોંગ્રેસ, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર

1996 મણીભાઈ ચૌધરી ભાજપ કેન્દ્રમાં અટલજીની સરકાર

2004 કિશન પટેલ કોંગ્રેસ કેન્દ્રના કોંગ્રેસની સરકાર

2009 કિશન પટેલ કોંગ્રેસ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર

2014 ડૉ કે સી પટેલ ભાજપ કેન્દ્ર માં નરેન્દ્ર મોદી ની સરકાર
આમ દરેક વખતે વલસાડ લોકસભા બેઠક પર જીતેલા ઉમેદવારની જ સરકાર કેન્દ્રમાં બની હતી. જેને લઈને આ બેઠકનું મહત્વ સવિશેષ બની ગયું છે.

આમ ગત 2004ની ચૂંટણીમાં 10 વર્ષથી શાસન કરતા કોંગ્રેસે ફરી એકવાર કિસન પટેલને ઉમેદવારી કરાવવામાં આવી હતી. તો ભાજપે ડૉ. કે.સી પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે આ વખતે વલસાડ બેઠકનું નસીબ ભાજપના કે.સી પટેલને ફળ્યું હતું. 10 વર્ષથી ચાલતી મનમોહનની યુપીએ 2ને ઉખાડી ફેંકી ભાજપના નરેન્દ્ર મોદી ગાદીએ બેઠા હતા. ત્યારે ફરી એકવાર બંને પક્ષ વલસાડ બેઠક કબ્જે કરી દિલ્હી પર શાસન કરવા થનગની રહી છે.

2019 લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે બે રાજકીય મહાસત્તાઓ કોંગ્રેસ અને ભાજપા દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાથી કરવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 13 તારીખે જ્યાં એક તરફ ભાજપા દ્વારા ધરમપુર ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ક્લસ્ટર મિટિંગનું આયોજન કરાયું છે. તો બીજી તરફ બરાબર બીજા જ દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધી ધરમપુર ખાતે જાહેરસભા સંબોધી મહત્વની વર્કિંગ કમિટીની મિટિંગ કરશે. આ બંને કાર્યક્રમોને ધ્યાને લેતા ક્યાંકને ક્યાંક જાણ્યે અજાણ્યે બંને પક્ષ વલસાડ કબ્જે કરવા માંગે છે.Source: Gujarat Live News
કોઈપણ રાજકીય પક્ષને દિલ્હીની ગાદી જોઇએ તે પક્ષને જીતવી પડે છે ગુજરાતની આ બેઠક! જાણો ઇતિહાસ…

error: Content is protected !!