Main Menu

જૂનાગઢઃ કાર અકસ્માતમાં ચાર યુવકોના મોત, આજે બહેનના લગ્ન પહેલા ભાઇની વસમી વિદાય

ન્યૂઝબાય – દિનેશ ગાંભવા

જૂનાગઢમાં કાર અકસ્માતની ઘટના બની છે. જેમાં ચાર યુવકોના એક સાથે ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જેના પગલે યુવકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ફૂલ સ્પીડમાં આવતી કાર અચાનક બે કાબુ બનતા કાર પલટી મારી ગઇ હતી. અને કાર સીધી રોડ પાસેના બસસ્ટેડમાં ઘૂસી ગઇ હતી. આમ કારમાં બેઠેલા ચાર યુવકોના સ્થળ ઉપર જ મોત થયા હતા. 

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક આજે રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં એક કાર પસાર થઇ રહી હતી. ત્યારે કાર ચાલક યુવકે કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બનીને પલટી ખાઇ ગઇ હતી. કારે પલટી ખાઇને ગામમાં આવેલા બસસ્ટેન્ડમાં થડાકાભેર ઘૂસી ગઇ હતી.



Source: Gujarat Live News
જૂનાગઢઃ કાર અકસ્માતમાં ચાર યુવકોના મોત, આજે બહેનના લગ્ન પહેલા ભાઇની વસમી વિદાય