Main Menu

જાફરાબાદના દરિયાકાંઠે લાંગરેલી બોટ બ્લાસ્ટ સાથે સળગી ઉઠી, મોટી દુર્ઘટનાં ટળી

જાફરાબાદમા રહેતા સાદિક ઇબ્રાહીમભાઇ અંગરીયા તેમના પરિવાર સાથે પોતાની ગરીબ નવાઝ બોટ લઇને દરિયાકાંઠે આવેલ સવાઇ પીરની દરગાહે દર્શનાર્થે ગયા હતા.

તેમણે બોટ એંકરમા લાંગરી હતી. અહી ખાલી પડેલી બોટમા બપોરે પોણા ત્રણેક વાગ્યાના સુમારે અચાનક આગ ભભુકી ઉઠી અને જોતજોતામા આગે વિકરાળરૂપ ધારણ કરી લીધુ હતુ.

મરીન અને કોસ્ટગાર્ડની ટીમે આગને કાબુમા લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.

ઘટનાને પગલે મરીન પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમ બોટ સાથે અહી ધસી ગઇ હતી અને આગને કાબુમા લેવા કવાયત હાથ ધરી હતી.

જો કે કલાકોની જહેમત બાદ આગ કાબુમા આવી હતી.

ગરીબ નવાબ નામની બોટમા અચાનક આગ ભભુકી ઉઠી હતી. અહી પીપાવાવ પોર્ટથી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા લોકો કાંઠે એકઠા થવા લાગ્યા હતા. બોટમા કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયુ ન હતુ.

રીપોર્ટ. બારૈયા મહેશ  – જાફરાબાદ



Source: Gujarat Breking News
જાફરાબાદના દરિયાકાંઠે લાંગરેલી બોટ બ્લાસ્ટ સાથે સળગી ઉઠી, મોટી દુર્ઘટનાં ટળી