Main Menu

જિલ્લા ભાજપની સુચના અને પક્ષના મેન્‍ડેટનો અનાદર કરી મીટીંગમાં ગેરહાજર રહેલા હરેશ રંગાડીયા અને રેખાબેન અમૃતભાઈ પરમાર પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરાયા

બગસરા નગરપાલીકાનાં પૂર્વ પ્રમુખ ચંપાબેન બઢીયાનું અવસાન થતા પ્રમુખ 5દની ચુંટણી યોજાઈ હતી જેમાં ભારે રસા કસી અને વાદ વિવાદ વચ્‍ચે ફરીથી બગસરા નગરપાલીકાના પ્રમુખ તરીકે રસીલાબેન પાથર ચુંટાય આવ્‍યા હતા. જિલ્‍લા ભાજ5 પ્રમુખ હીરેન હીરપરાની કુનેહ અને સતર્કતાથી સમયસર પાંચ સભ્‍યો પ1ાાંતર ધારામાં ગેરલાયક ઠરતા તેઓનો મતદાન અધિકાર ચુંટણી પહેલા છીનવાઈ જતા ફરી એક વાર બગસરા નગરપાલીકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.
પક્ષના મેન્‍ડેટનો અનાદર કરી મીટીંગમાં ગેર હાજર રહેલા હરેશ મેઘજીભાઈ રંગાડીયા અને રેખાબેન અમૃતભાઈ પરમાર પક્ષમાંથી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીર5રાની સુચનાથી તાત્‍કાલીક અસર થી સસસ્‍પેન્‍ડ કરાયા છે. જે આવનારા દીવસોમાં નગરપાલીકા ની ચુંટણીમાં આયારામ ગયારામ ની નીતી અ5નાવતા સભ્‍યો માટે લાલ બત્‍તી સમાન બની રહેશે.
આ બધા જ વિવાદો વચ્‍ચે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતીમાં વિશ્વાસ મુકી અપ1ા તરીકે ચુંટાયેલા રમેશભાઈ સોમાણીએ ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર ને મત આપ્‍યોહતો. આ સમગ્ર ચુંટણી પ્રક્રીયામાં જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ અને બગસરા શહેર ભાજપના પ્રભારીશ્રી રીતેષ સોની, મંત્રીશ્રી ભરત વેકરીયાએ મહત્‍વની ભુમીકા ભજવી હતી.



Source: Gujarat Breking News
જિલ્લા ભાજપની સુચના અને પક્ષના મેન્‍ડેટનો અનાદર કરી મીટીંગમાં ગેરહાજર રહેલા હરેશ રંગાડીયા અને રેખાબેન અમૃતભાઈ પરમાર પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરાયા