Main Menu

સાવરકુંડલા-લીલીયાતાલુકાના નોન પ્લાન રસ્તાઓ તથા રીસર્ફેન્સિંગ ના જોબ નંબર મંજુર કરાવતા યુવા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત

સાવરકુંડલા –લીલીયા તાલુકાના સતત સક્રિય ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દ્દુધાતે પોતાના મત  વિસ્તાર માં આવતા (૧) ક્રાકંચ-ભોરીંગડા રોડ રકમ ૧૯૪ લાખ  (૨) થોરડી-ભંડારિયા ભાક્ષી રોડ રકમ ૧૬૦ લાખ  (૩) મેકડા-ઈંગોરાળા રોડ રકમ ૧૬૦ લાખ  (૪)નાના ભમોદ્રા-સીમરણ રોડ રકમ ૧૬૦ લાખ (૫) ઘોબા-ઠાંસા-રોડ રકમ ૧૧૫ લાખ (૬) ખડસલી એપ્રોચ રોડ રકમ ૬૦ લાખ (૭) ડેડકડી એપ્રોચ રોડ રકમ ૫૫ લાખ  જોબ નબર ફાળવા લેખિત  રજૂઆત કરેલ હતી.તેમજ રીસફેસિંગ રોડ માં (૧) આંબરડી –દોલતી રોડ રકમ ૯૬ લાખ  (૨)મઢડા-જાંબુડા રોડ રકમ ૫૦ લાખ (૩)જાંબુડા-વીજપડી રોડ રકમ ૩૬ લાખ (૪)દેતડ-ડોલતી રોડ રકમ ૩૬ લાખ  (૫) ઘનશ્યામનગર-રાયડી રોડ રકમ ૬૦ લાખ  (૬) ફીફાદ,ઘોબા,પીપરડી રોડ રકમ ૮૪ લાખ તમજ નોન પ્લાન રસ્તાઓમાં (૧) નાના ભમોદ્રા ખડકાળા રોડ રકમ ૭૦ લાખ (૨) મોટા ઝીંઝુડા ખોડિયારપરા રોડરકમ ૪૪ લાખ 

                ઉપરોક્ત રોડ ઘણા સમયથી જર્જરિત હોય રાહદારીઓને હેરાન પરેશાન થતા હોય જેથી આ વિસ્તારના ગ્રામ જનો તરફથી અવારનવાર રજુઆતો કરવામાં આવેલ હતી જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના નોન પ્લાન, સાત વર્ષ અને દસ વર્ષોથી જુના રોડ છે તેથી તે રોડ ને રીસરફેસિંગ કરવાની માંગણી હોય જે માંગણીને ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાતે ગંભીરતા થી લઇ નાયબ મુખ્ય મંત્રી અને કાર્યપાલક ઈજનેર પંચાયતને તાત્કાલિક જોબ નબર ફાળવવા રજૂઆત કરેલ હતી તે રજૂઆત રંગ લાવેલ અને આ વિસતારના લોકોમાં હર્ષ ની લાગણી ફેલાઈ છે. 



Source: Gujarat Breking News
સાવરકુંડલા-લીલીયાતાલુકાના નોન પ્લાન રસ્તાઓ તથા રીસર્ફેન્સિંગ ના જોબ નંબર મંજુર કરાવતા યુવા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત