Main Menu

પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પૂણ્યતિથિ ૧૧ ફેબ્રુઆરી ‘સમર્પણ દિવસ’ નિમિત્તે ભાજપા દ્વારા પૂષ્પાંજલી કાર્યક્રમો યોજાયા

ભાજપા મીડિયા સેલની યાદી જણાવે છે કે, આજરોજ ૧૧ ફેબ્રુઆરી ‘સમર્પણ દિવસ’,
એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના બલિદાન દિવસે
ગુજરાત ભાજપા દ્વારા સમગ્ર રાજ્યમાં પુષ્પાંજલી કાર્યક્રમો યોજાયા હતા.
સમર્પણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી
અમિતભાઇ શાહ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી સહિત
ભાજપાના હજારો કાર્યકર્તાઓએ નમો એપના માધ્યમથી ૫ રૂપિયાથી લઇ ૧૦૦૦ રૂપિયા
સુધીની રકમ ભાજપા સંગઠનને સમર્પણ નિધિ સ્વરૂપે અર્પણ કરી હતી.
ગુજરાત ભાજપા દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ સાથે સમગ્ર ગુજરાતના દરેક બુથમાં
ઓછામાં ઓછા બે કાર્યકર્તાઓ નમો એપના માધ્યમથી સમર્પણ નિધિ અર્પણ કરે તે પ્રકારના
કાર્યક્રમો સમર્પણ દિવસ નિમિત્તે યોજાયા હતા જે અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ
વાઘાણીએ વડોદરા ખાતે આકોટા વિધાનસભાના વોર્ડ નંબરઃ૧૩ના બૂથ નંબરઃ૧૯૩ પર
ઉપસ્થિત રહી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીને શબ્દસુમન અને પુષ્પાંજલી અર્પણ કરી સમર્પણ
નિધિ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પ્રદેશ આગેવાનો તથા વડોદરા શહેર/જીલ્લા
ભાજપાના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.Source: Gujarat Breking News
પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પૂણ્યતિથિ ૧૧ ફેબ્રુઆરી ‘સમર્પણ દિવસ’ નિમિત્તે ભાજપા દ્વારા પૂષ્પાંજલી કાર્યક્રમો યોજાયા