Main Menu

અમરેલીમાં ધાર્મિક સ્‍થળો આસપાસ પણ ગંદકી

સ્‍વચ્‍છતા અભિયાનનાં માહોલમાં પાલિકાની ગુનાહીત બેદરકારી

અમરેલીમાં ધાર્મિક સ્‍થળો આસપાસ પણ ગંદકી

ગંદકી દુર કરવા માટે સરકારની લાખો રૂપિયાની સહાય કયાં જાય છે તે સમજાતું નથી

અમરેલી, તા. 11

અમરેલી શહેરમાં છેલ્‍લા એક દાયકાથી ગંદકીની સમસ્‍યા દિનપ્રતિદિન વિકરાળ બની રહી છે. સરકાર તરફથી સ્‍વચ્‍છતા અભિયાન પાછળ લાખો રૂપિયાની સહાય પાલિકાને સુપ્રત કરવામાં આવી રહી છે જેનો યોગ્‍ય ઉપયોગ થતો નથી.

અમરેલી શહેરમાં શૈક્ષણિક સંસ્‍થાઓ, જાહેર માર્ગો, સરકારી કચેરીઓ આસપાસ અને ધાર્મિક સ્‍થાનો આસપાસ પણ ગંદકી દુર કરવાની તસ્‍દી લેવામાં આવતી નથી અને શાસકો માત્ર સ્‍વચ્‍છતા કર્યાની માત્ર ગુલબાંગો ફેંકવામાં આવી રહી હોય શહેરીજનોમાં આશ્ચર્યની લાગણી ઉભી થઈ છે.

અમરેલીમાં તંત્ર ઘ્‍વારા સ્‍વચ્‍છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ પાલન કરવામાં આવતુ નથી એવું અમરેલી શહેરમાં અનેક હનુમાનજીના મંદિરો સહિત અને ધર્મસ્‍થાનો પાસે કચરાના અને ગંદકીના સામ્રાજયનેજોતા લાગી રહૃાું છે. ત્‍યારે આ ધર્મસ્‍થાનો પાસે થતી ગંદકીથી અનેક લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતી હોય તેથી તેને દુર કરવાની તથા કાયમી નિકાલ લાવવાની માંગ અનેકધર્મપ્રેમી અને જાગૃત નાગરિકોમાં ઉઠી છે.



Source: Amreli Express Daily News
અમરેલીમાં ધાર્મિક સ્‍થળો આસપાસ પણ ગંદકી