Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

બાબરામાં જલારામબાપાના મંદિરે સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન કમિટી દ્વારા 7 માં સમૂહલગ્ન યોજાયાં

બાબરામાં જલારામ બાપાના મંદિરે સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન કમિટી દ્વારા સાતમાં સમુહ લગ્નનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું અહી સમુહલગ્નમાં હિન્‍દુ મુસ્‍લિમ સહિત 14 જેટલા નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. તાપડીયાઆશ્રમના મહંત ઘનશ્‍યામદાસબાપુ તેમજ મુસ્‍લિમ સમાજના સંત સોએબબાપુ કાદરી ઉપસ્‍થિત રહી નવ દંપતીઓને આશિર્વાદ પાઠવ્‍યા હતા. સર્વજ્ઞાતિ સમુહલગ્ન કમિટીના મુખ્‍ય આયોજક રમજાનભાઈ જીવાણીના માર્ગદર્શન આયોજિત આ સમુહલગ્નમાં મુખ્‍ય દાત હસનઅલી કપાસી (સ્‍વીડન) નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, બરતકભાઈ ગાંગાણી, કિરીટભાઈ ઈન્‍દ્રોડિયા, સૂફીસાબ, ભાર્ગવભાઈ સોની, અકબરભાઈ, અનિલભાઈ વણજારા, સહિતના સ્‍થાનિક અગ્રણીઓ અને સમુહલગ્નના દાતાઓ ઉપસ્‍થિત રહયા હતા. અહીં સમુહલગ્ન સમિતિ દ્વારા પુજય ઘનશ્‍યામદાસબાપુ, સોએબબાપુ, તેમજ પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા સહિતના મુખ્‍ય મહેમાનો અને દાત્તાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અત્રે ઉલ્‍લેખનીય છે કે બાબરા ખતે સર્વ જ્ઞાતિ સમુહલગ્ન કમિટી દ્વારા દર વર્ષે સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં હિન્‍દુ અને મુસ્‍લિમ પરિવારના લોકો જોડાય છે. છેલ્‍લા સાત વર્ષથી આયોજિત આ સમુહલગ્ન આ વર્ષે પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. સમુહલગ્નમાં મુખ્‍ય દાતા કપાસી ફાઉન્‍ડેશન, સંતોકબેન લાખાણી, મેમોરિયમ ટ્રસ્‍ટ, તેમજ જે.પી.જીવાણી સ્‍મારક ટ્રસ્‍ટ સહિત હિન્‍દુ અને મુસ્‍લિમ સમાજના આગેવાનો દ્વારા પુરતો આર્થિક સહકાર આપવામાં આવ્‍યો છે. આ સમુહ લગ્નમાં ઈન્‍ડિયા વોલિયન્‍ટર, વલારડી ગૌ-શાળા, તેમજકપિલાહનુમાનજીની જગ્‍યાના સ્‍વયંસેવકો પુરતી સેવા કરવામાં આવી હતી. તેમજ ભવ્‍ય સમુહલગ્નને સફળ બનાવવા મુખ્‍ય આયોજક રમજાનભાઈ જીવાણીના માર્ગદર્શન હેઠળ, સુગરાબેન કપાસી, નંદલાલભાઈ કોટક, જયેશભાઈ  સેદાણી, અમરશીભાઈ દશલાણીયા, સહિતના સમુહલગ્ન કમિટીના સભ્‍યો ભારે જહેમત ઉઠાવી હતી.Source: Amreli Express Daily News
બાબરામાં જલારામબાપાના મંદિરે સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન કમિટી દ્વારા 7 માં સમૂહલગ્ન યોજાયાં

error: Content is protected !!