Main Menu

ગુજરાતમાં ફરી એક કરતા વધુ વાઘ હોવાની ચર્ચા….

મહિસાગરમાં એક કરતા વધુ વાઘ હોવાની ચર્ચાએ જોર પકડતા વનવિભાગ દોડતુ થયુ છે. આજે સવારે એવા સમાચાર મળી રહ્યા હતા કે એક વાઘ નજરે ચડ્યો છે. હવે વાઘ અને વાઘણ હોવાની વન વિભાગના સૂત્રો દાવો કરી રહ્યા છે. સમગ્ર ઘટના બાદ વન વિભાગ ફરીથી હરકતમાં આવ્યુ છે. વનમંત્રી ગણપત વસાવાએ ખુશી વ્યક્ત કરતા તાબડતોડ બેઠક બોલાવી.ચર્ચાતો એવી પણ છે કે આખા વાઘ પરિવારે ડાંગમાં ધામા નાખ્યાં છે.

મહિસાગરમાં વાઘ દેખાવાની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે આ મામલે રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ બોલાવી તાકીદની બેઠક. રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા છે.

સમગ્ર મામલે વનવિભાગે જણાવ્યુ કે ગુજરાત માટે ખૂબ આનંદની વાત છે . અગાઉ 25 જેટલા મારણ પણ થયા હતા : વન વિભાગ, 7થી 8 વર્ષનો વાઘ મહિસાગરમાં જોવા મળ્યો છે : વન વિભાગ, ગુજરાતની આસપાસ MP, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વાઘ છે : વન વિભાગ, MPના ઉજ્જૈનની આસપાસથી વાઘ ગુમ થયાના મેસેજ હતા : વન વિભાગ

ત્રણેય રાજ્યો સાથે ગુજરાત વન વિભાગ સંપર્ક કરશે : વન વિભાગ, વાઘ માટે કામ કરતી સંસ્થાને અમે જાણ કરીશું : વન વિભાગ, સાવચેતી માટે સ્થાનિકોને જાગૃત કરીશું : વન વિભાગ. વાઘને લઈને સરવે કર્યા બાદ તેને રાખવા અંગે કાર્યવાહી થશે : વન વિભાગ, ભારત સરકાર દર 4 વર્ષે સરવે કરાવે છે : વન વિભાગ, છેલ્લે 1989માં ડાંગમાં વાઘ દેખાયા હતા : વન વિભાગ

હાલ સતત સમાચાર મળી રહ્યા છે કે આ વિસ્તારમાં વાઘ જોવા મળ્યો, જો કે વનવિભાગે તમામ પ્રકારની તપાસ હાથ ધર્યા પછી જ એ વાતની પુષ્ટી કરી છે કે મહિસાગર જિલ્લામાં બે દિવસ પહેલા જે વન્ય પ્રાણી જોવા મળ્યુ હતુ તે વાઘ છે.

મહિસાગર જિલ્લામાં બે દિવસ પહેલા જોવા મળેલું વન્ય પ્રાણી વાઘ જ હોવાની વન વિભાગ તરફથી પુષ્ટિ કરવામાં આવી છે. બે દિવસ પહેલા એક શિક્ષકે દાવો કર્યો હતો કે તેણે એક વાઘની તસવીર ક્લિક કરી છે. જે બાદમાં વન વિભાગની ટીમે વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
HOMEFEATURED ગુજરાતમાં ફરી વાઘ દેખાતા વનમંત્રી ગણપત વસાવાએ બોલાવી ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં ફરી વાઘ દેખાતા વનમંત્રી ગણપત વસાવાએ બોલાવી ઇમરજન્સી બેઠક

હવે વન વિભાગ તરફથી વાઘની અન્ય એક તસવીર જાહેર કરીને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે શિક્ષકે જોયેલું પ્રાણી વાઘ જ હતો. એટલે કે ગુજરાતમાં વાઘ હોવાના સમાચાર પર વન વિભાગે મહોર મારી દીધી છે.

વન વિભાગે જુદી જુદી 22 ટીમ બનાવી છે અને લુણાવાડાથી વનવિભાગ દ્ગારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. 7 રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત 50થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા હતા. વાઘના નિશાન બાદ વન વિભાગ સર્ચ માટે અલગ અલગ 22 ટિમ લુણાવાડા બોલવાઈ હતી. લુણાવાડાના ગઠ ગામ પાસે મોટી સંખ્યામાં વન કર્મચારી એકત્ર થયા હતા અને જીલ્લા વન સંરક્ષણ સહિત 7 રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને 50થી વધુ વન કર્મચારી વહેલી સવારથી સર્ચ શરૂ કરવાના કામે લાગી ગયા હતા.

બે દિવસ પહેલા એક શિક્ષકને વાઘને રસ્તો ઓળંગતા જોયો હતો અને તેની તસવીર પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. જે બાદમાં લુણાવાડામાં વન વિભાગની ટીમ દ્વારા વાઘને શોધવા જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં RFO સહિત વન વિભાગનો 200 કર્મીઓનો કાફલો જોડાયો હતો.

વનવિભાગની ટીમને તપાસ દરમિયાન ઝાડ અને જમીન પર વાઘના પંજાના નિશાન મળ્યા હતા હતા. વન વિભાગ તરફથી કડાણા, સંતરામપુર, લુણાવાડાના જંગલોમાંમાં પણ નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હતા. આવા જ એક નાઇટ વિઝન કેમેરામાં વાઘ કેદ થઈ ગયો છે.

પોરબંદરના માધવપુરમાં પ્રથમ વખત સિંહ દેખાયો

ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ સાથે બીજા સમાચાર પોરબંદરથી આવ્યા છે. પોરબંદરના માધવપુરમાં પ્રથમવાર સિંહ જોવા મળ્યો છે. મધુવન વિસ્તારમાં સિંહની હાજરી બાદ તેને જોવા માટે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. અહીં એક આધેડ પર સિંહે પાછળની હુમલો કરી દેતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવ બાદ વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Source: Gujarat Live News