Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

વર્ષોથી ખેડૂતોનાં પ્રાણ પ્રશ્નોનું ગુજરાત સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહેલ હોય તેમનું નિરાકરણ કરવા માટે લીલીયા કૉંગ્રેસ સમિતિ દ્વારા લીલીયા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી ખેડૂતોના પ્રાણ પ્રશ્નો નાં નામે મોટી મોટી અને ખોટી વાહિયાત વાતો કરવામાં કુશળ આ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળા કરી સરકારી તીજોરી ઉપર ભારણ વધારી રહેલ છે, અને મોટી-મોટી જાહેરાતો આપી ખેડૂતો ને ભરમાવી રહેલ છે, માત્રનેમાંત્ર જાહેરાતો અને અહેવાલો થી ખેડૂતોના પ્રશ્ન નો ઉકેલ લાવવા માંગતી આ સરકાર વાસ્તવ માં સાવ વામળી સાબિત થઇ રહી છે, ખેડૂતોના મૂળભૂત હક્કો અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અને તેમનું રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે,જેમાં રોજબરોજ દિન-પ્રતિદીન ખેડૂત પાયમાલ બની રહેલ છે, અને આત્મહત્યા તરફ ધકેલાઈ રહેલ છે,અને આત્મહત્યા નાં બનાવો સતત બનતા રહે છે,જેમાં રાજય નાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી,પાક વીમાનું પ્રીમીયમ ફરીજીયાત બનાવી કૃષિ સબસીડી નાં રૂપાળા હોઠા હેઠળ સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખાનગી વીમા કંપનીઓને લાભ કરાવી આપવા કૃષિ ફસલ વીમા યોજના નાં નામ ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર રચી પાક વીમાનું પ્રીયીયમ ફરજીયાત પાને કાપી લેવાની યોજના બનાવેલ હોય, ખેડૂતોને ખેતી માટે વીજ કનેકનશ નાં જોડાણો વર્ષો સુધી આપવામાં આવતા નથી ખેડૂતોની કીમતી ખેતી લાયક જમીનો ઝુટવી લેવા જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરવમાં આવ્યા છે, મગફળી કાંડ જેવી ઘટનાઓ બની રહેલ છે જેમાં તટષ્ઠ ન્યાયિક તપાસ હાથ ધરવાની જગ્યાએ તેઓના મળતીયાઓને તપાસ સોપી તેઓના માનીતાઓને બચાવવા સરકારીતંત્રનો ગેર ઉપયોગ કરી રહેલ છે.ત્યારે જમીનના રેકર્ડ અંગે બાદ જુના રેકોર્ડની જગ્યાએ નવા રેકર્ડ ની કામગીરી માટે ગુજરાત સરકાર દ્વારા ખાનગી કપનીને રોકી ૨૬૨ કરોડ જેટલી રકમનો ખર્ચ કરવમાં આવેલ છે,રી-સર્વેની ક્ષતિયુક્ત કામગીરીને લીધે રાજય ભરના ખેડૂતોમાં ભારે આંક્રોશ છે.

       એક પ્રગતિશીલ રાજ્ય તરીકે માત્ર દેશમાં જ નહિ પંતુ વિશ્વમાં ગુજરાતનું નામ ગૌરવ સાથે લેવાતું હતું, જ્યારે રાજ્યમાં ભાજપ સરકાર નાં શાસન માં ગુજરાત રાજ્ય તમામ મોરચે પાછળ ધકેલાઈ ગયું છે,સામાન્ય પ્રજાજનો ની દિન પ્રતિદિન હાડમારીઓ વધી રહી છે,લોકોના કામો અટવાયેલા રહે છે, બે રોજગારો ને રોજગારી મળતી નથી,અને અંતમાં વિકલાંગો કે જેઓને પ્રધાનમંત્રી દ્વારા “દિવ્યાંગ”નું નામ કરણ કરેલ તેઓને આમ લોકોને જેમ પોતાના હક અને માંગણી માટે મોરચા,અને ધરણા,રેલીઓ કરવી પડી રહેલ છે. જેમાં ફલિત થાય છે કે સરકાર માત્ર કાગળ ઉપર જાહેરાતો કરીને બિનકાર્યદક્ષતા ભર્યું શાસન ચલાવી રહેલ છે જેના કારણે આજે ભ્રષ્ઠાચારે માજા મુકેલ છે.આ તમામ પ્રાણ પ્રશ્નો બાબતે લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ખોડાભાઈ માલવિયા દ્વારા ખેડૂતો નાં પ્રાણ પ્રશ્ને આવેદનપત્ર આપીને વહેલી તકે આમ નાગરિકના તથા બે રોજગરોના તેમજ ખેડૂતો પ્રશ્નોને વાચા આપવા જણાવેલ છે. આ આવેદનમાં જિલ્લા પંચાયતના સદસ્ય કેહુરભાઈ ભેડાં, લીલીયા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ખોડાભાઈ માળવીયા, લીલીયા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી ચોથાભાઇ કસોટીયા, સવજીભાઈ, ભાવેશભાઈ, નારણભાઇ આસોદરા, પરેશભાઈ પહાડા,હરેશભાઇ વગેરે કાર્યકર્તા હાજર રહી લીલીયા મામલતદાર સાહેબ શ્રી ને આવેદન આપ્યું હતું.

error: Content is protected !!