Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

અમરેલી જીલ્લા તેમજ ગીર સોમનાથ જીલ્લામાં રમતગમત વિભાગના ડી.એમ.એફ. અને એમ.પી. ગ્રાન્ટમાંથી વગર ટેન્ડરે થયેલ બંને મળીને રૂ. ૧૮,૨૮,૯૫,૬૫૦ ના કામોના તપાસની માંગ

અમરેલી જીલ્લામાં ડિસ્ટ્રટ્રિક્ટ મિનરલ ફઉન્ડેશનની કુલ ગ્રાન્ટ રૂ. ૨૯ કરોડ ૮૨ લાખના પ્રોજેકટ નં. ૭૭૩ના કુલ કામો ૩૪૨ પૈકીનાં રમત ગમત વિભાગ અમરેલીના અમલી કરણ નીચે થયેલ ૨૬૧ કામો અમરેલી, બાબરા, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ, લાઠી અને રાજુલા એમ જિલ્લાના ૯ તાલુકામાં ૭૮ પ્રાથમિક શાળાઓમાં સિરામિક એમ્બોઝ સાટ રૂ. ૧,૯૫,૦૦,૦૦૦/- તથા ૭૮ પ્રાથમિક શાળાઓમાં બાળ ક્રીડાગંણના સાધનો રૂ. ૩,૮૭,૮૧,૬૦૦/- તેમજ ૯ માધ્યમિક શાળાઓમાં અંગ કસરતના સાધનો રૂ. ૨૬,૫૭,૨૫૦/- અને જિલ્લાની ૯૬ આંગણવાડીઓને મોર્ડન બનાવવામાં માટે રમકડા, લસરપટીના રૂ. ૨,૮૫,૧૨,૦૦૦/- આમ પ્રધાન મંત્રી ખનીજ કલ્યાણ યોજના અંતર્ગતના ૨૬૧ કામના કુલ રૂ. ૮,૯૪,૫૦,૮૫૦/- અને બીજી માનનીય સાંસદશ્રી નારણ કાછડિયાના વર્ષ ૨૦૧૫-૨૦૧૬ ના રૂ. ૨૯,૯૮,૫૦૦/- વર્ષે ૨૦૧૬-૨૦૧૭ ના રૂ. ૯૭,૯૭,૫૦૦/- વર્ષે ૨૦૧૭-૨૦૧૮ ના રૂ. ૧,૮૬,૪૮,૮૦૦/- અને વર્ષ ૨૦૧૮-૨૦૧૯ ના રૂ. ૧,૪૦,૦૦,૦૦૦/- આમ નારણ કાછડિયાની ગ્રાન્ટના કુલ રૂ. ૪,૫૪,૪૪,૮૦૦/- આમ ડી.એમ.એફ. અને સાંસદશ્રીની ગ્રાન્ટ મળી કુલ રૂ. ૧૩,૪૮,૯૫,૬૫૦/-ના કામોની અમલવારી જીલ્લા રમત ગમત અધિકારશ્રીના અંડરમાં ઉપરોક્ત તમામ કામોની

કોઈપણ જાતના છાપામાં કે ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર આટલી મોટી રકમના કામો પોતે કાયદો નિયમો જાણતા હોવા છતાં બારી-બાર દીપ એન્ટરપ્રાઇઝ હોમોંઝ બાગ, ગોહરબાગ બીલીમોરાને જી. નવસારી પત્ર નં. જી.જે. ગસમતી/વ.શી. ૪૭૩૨/૧૭ જીલ્લા રમત ગમત અધિકારી તા. ૧૦/૦૭/૨૦૧૭ દીપ એન્ટરપ્રાઇઝ હોમોંઝ બાગ, ગોહરબાગ બીલીમોરાને જી.નવસારી પત્ર નં. જી.ર.ગસમતી/વ.શી. ૪૭૨૬-૦૧/૧૭ જીલ્લા રમત ગમત અધિકારી તા. ૧૦/૦૭/૨૦૧૭ અને ગિરિરાજ એન્ટરપ્રાઇઝ ૪ સાગર સોસાયટી કમલ પાર્ક સામે એલેસ રોડ સુરતને પત્ર નં.જી.ર.ગ./સમતી/વ.શી/૪૭૬૮/૧૭ જીલ્લા રમત ગમત અધિકારી અમરેલી તા. ૦૧/૦૮/૨૦૧૭થી સામેથી પત્ર પાઠવી આ એજન્સીઓને કરોડોના કામ રમત ગમતના સાધનો અને રમકડાની બજાર કિમત તથા એમ.આર.પી.થી. અને અનેક ગણા ભાવો ચૂકવી જાણી જોઈને આ બધાના મેણાં પીપણાથી નબળી ગુણવતાના સાધનો જીલ્લા ભરની શાળા, આંગણવાડીમાં પધરાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમજ શાળાઓમાં સિરામિક એમ્બોઝ ચાટે બનાવવામાં માટે ખાનગી એજન્સીને આપી દેવાયેલ છે. આ બાબતે અગાઉ મે તા. ૧૫/૦૧/૨૦૧૮ ના પત્ર પાઠવી રૂ. ૯,૩૬,૯૨,૭૦૦/- ના ભ્રષ્ટાચારની તપાસ અરજી કરેલ ખરેખર તમામ ગ્રાન્ટોનો હિસાબ કરતાં આ રકમ વધીને કુલ રૂ. ૧૩,૪૮,૯૫,૬૫૦/- ના કામો વગર ટેન્ડર અને નિયમ વિરુધ્ધ થયેલા છે જે જાણ સારું.

આમ સરકારશ્રીના ટેક્સ અને જી.એસ.ટીની પણ આ બોગસ એજન્સીઓ ઊભી કરી હોય એવું મારૂ માનવું છે અને ટેક્સ અને જી.એસ.ટીની ચોરી કરી રહ્યા હોય તેવું મારૂ માનવું છે ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને લઈ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે ત્યારે સત્ય હકીકત ધ્યાને આવશે અને આ બાબતે સંબધિત કોઈ પણ વિભાગ તપાસના કામે જ્યાં પણ જરૂર પડશે ત્યાં હું સાધનિક કાગળ પુરાવાઓ સાથે હાજર રહીશ તો આ તમામ બાબતે જવાબદાર સામે કાયદાકીય પગલાં ભરી સરકારશ્રી અને રાષ્ટ્રીય નાણાંના જાણી જોઈ દુરુપયોગ કરનાર અને ભ્રષ્ટાચાર આચારનાર તમામ સામે નુકશાની રિકવર કરવા અને નિયમ મુજબ છેતરપિંડી કરી હોય ગુન્હો દાખલ કરી પગલાં ભરવા નમ્ર અરજ.

કરતી અરજી ૨૨/૦૧/૨૦૧૭ ના રૂબરૂ આપ સાહેબશ્રીને કચેરીમાં રૂબરૂ મળી આપેલ વિશેષ આ કામે ગીર સોમનાથ જિલ્લાના રમત ગમત અધિકારી દ્વારા પણ ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના ગ્રાન્ટના વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ ના રૂ. ૪,૮૦,૦૦,૦૦૦ ના કામો પણ વગર ટેન્ડરે સરકારી નીતિ નિયમો અનુચર્યા વગર રમત ગમત વિભાગ ગીર સોમનાથ જિલ્લાના વગર ટેન્ડરથી કામો કરાવીને સરકાર અને રાષ્ટ્રના નાણાંનો દુરુઉપયોગ કરી સરકારના નાણામાં ભ્રષ્ટાચાર આચાર્યા હોવાનું જણાય છે, આમ ગીર સોમનાથ જીલ્લામાં રમત ગમત વિભાગ દ્વારા થયેલ ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના થયેલ કામોના કરોડો રૂપિયાનું કૌંભાંડ આચરવામાં આવ્યું છે. આમ બંને જિલ્લાઓ મળી કુલ રૂપિયા ૧૮,૨૮,૯૫,૬૫૦ ના કામો વગર ટેન્ડરે તેમજ માર્કેટ એમઆરપીથી વધુ ચૂકવી સરકારશ્રીની યોજનામાં મોટું નુકશાન કરેલ છે અને હલકી ગુણવત્તાના રમત ગમતના સાધનો બાલ આંગણવાડિયોમાં તેમજ પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં રમત ગમતને લગતા સાધનો પધરાવી દેવામાં આવ્યા છે. આમ કૌંભાંડ આચરવામાં સરકારીશ્રીના તમામ નીતિનિયમો અને આદેશો જાણતા હોવા છતાં જાણી જોઈ અને ભ્રષ્ટાચાર આદરી મોટું કૌંભાંડ કરેલ છે. જે અંગે રમત ગમતના સાધનો ને લગતી કિમતો ઓનલાઇન દર જોતા એમ.આર.પી.થી ત્રણ ગણા ભાવ ચૂકવયેલ હોવાનું જણાય છે. જેની વિવિધ ૩૪ પ્રકારની એમઆરપી રમકડાના ઓનલાઇન બજાર દર અને તેની ફોટો કોપી અને અધિકારીઓ દ્વારા ચુકવેલી તગડી રકમનું લાલ કલરે માર્ક કરી ચૂકવેલા ભાવની રકમ લખેલ છે. તેમજ અપાયેલ ઓર્ડરની કોપી અને ગીર સોમનાથ રમત ગમત અધિકારી દ્વારા આરટીઆઈ એકટીવિટીસને ૧૧-૦૧-૨૦૧૭ ના અપાયેલા પત્રના જવાબની કોપી સાથે સામેલ રાખી છે આ અમારી સત્ય હકીકત ધ્યાને લઈ સત્વરે તપાસ કરી, કરાવી તમામ જવાબદારો સામે સરકારશ્રીની યોજનામાં થયેલ છેતરપિંડી અને ગુનો દાખલ કરવા પગલાં ભરવા મારી વિનંતી છે.Source: Gujarat Breking News
અમરેલી જીલ્લા તેમજ ગીર સોમનાથ જીલ્લામાં રમતગમત વિભાગના ડી.એમ.એફ. અને એમ.પી. ગ્રાન્ટમાંથી વગર ટેન્ડરે થયેલ બંને મળીને રૂ. ૧૮,૨૮,૯૫,૬૫૦ ના કામોના તપાસની માંગ

error: Content is protected !!